નવજીવન ન્યૂઝ. મુંબઈ: બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Salman Khan) જાનથી મારી નાખવાની ધમકી (Death threat)મળવાની ઘટના અટકવાનું નામ જ નથી લઈ રહી. લોરેન્શ બિશ્નોઇ ગેંગ (Lawrence Bishnoi Gang)બાદ હવે વધુ એક અજાણ્યા શખ્સ દ્ઘારા મુંબઈ કોન્ટ્રલ રૂમમાં સલમાન ખાનને જાનથી મારી નાખવાનો કોલ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ધમકીના પગલે મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) સલમાન ખાનની સુરક્ષા વધારી દીધી છે. સાથે જ પોલીસને આ ધમકીભર્યો ફોન કરનાર શખ્સ રાજસ્થાનના જોધપુરથી (Jodhpur, Rajasthan) હોવાની માહિતી મળી છે. મહારાષ્ટ્ર પોલીસે હાલ આ દિશામાં તપાસ આગળ વધારી કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના કંટ્રોલ રૂમમાં ગતરોજ સાંજના સમયે અજાણ્યા શખ્સ દ્વારા એકટર સલમાનના ખાને જાનથી મારી નાખવાની ધમકી આપતો કોલ કર્યો હતો. ફોન કરનાર શખ્સે આ કોલમાં ધમકી આપતા કહ્યું કે 30 એપ્રિલ સુધીમાં સલમાન ખાનની હત્યા કરી નાખવામાં આવશે. જેમાં આરોપીએ પોતાની ઓળખ રોકી તરીકે આપી હતી. સાથે જ તેણે પોતાને રાજસ્થાનનો વતની અને ગૌરક્ષક હોવાનું જણાવી રહ્યો હતો. આ બાબતને ગંભીરતાથી લઈ મહારાષ્ટ્ર પોલીસે કોલ ટ્રેસ કરી આરોપી સુધી પહોંચવાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલ આ શખ્સે ધમકી આપી તેમાં કેટલી સત્યતા અને શા માટે ધમકી આપી તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે સલમાન ખાનને થોડા દિવસ આગાઉ લોરેન્સ બિશ્નોઇ એક ટી.વી. મિડિયાના માધ્યમમાં ઇન્ટરવ્યૂ દરમિયાન જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું સ્વિકાર્યુ હતું. તેમજ બિશ્નોઇ ગેંગ દ્ઘારા વર્તમાનમાં ઇ મેઈલ, પત્ર થકી પણ ધમકી આપી ચૂકી છે. જેને લઈ પોલીસ પણ હરકતમાં આવી છે. સતત મળતી ધમકીઓને લઇ પોલીસ પણ કોઈ બાંધછોડ કરવામં માગતી નથી. માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખી Y પ્લસ સિક્યોરીટી આપવાનો નિર્યણ કર્યો છે. એવામાં આજરોજ સલમાનખાને વિદેશથી બુલેટ પ્રુફ કાર આયાત કરી છે.








