નવજીવન .ન્યૂઝ. ગોધરા : Godhra News: ગોધરા શહેરમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે મકાનના પાયા ખોદતા સમયે ખાડામાં પડી જતા શ્રમિકનું (labourer) ઘટના સ્થળે જ મોત નિપજયું છે. જ્યારે અન્ય બે શ્રમિકોને ફાયરવિભાગ દ્રારા હેમખેમ રીતે બચાવી લેવામા આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો (Godhra Police) કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા જિલ્લાના સૈયદવાડામાં સવારના સમયે મકાન કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યુ હતુ. જેમા 3 જેટલા શ્રમિકો મકાનના પાયા ખોદવાની કામગીરી કરી રહ્યાં હતા. તે દરમિયાન માટી ધસી પડતા શ્રમિકો 12 ફૂટ ઉંડા ખાડામાં પડી જતા માટી નીચે દટાયા હતા. જો કે ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસથી લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.
સમ્રગ ઘટનાની જાણ ફાયરબિગ્રેડને કરાતા ફાયર ફાઇટરના જવાનો ત્વરિત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જયાં માટી વચ્ચે દબાયેલા બે વ્યકિતનો ભારે જહેમત બાદ હાથ ખેંચી બહાર કાઢીને આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. જોકે એક શ્રમિક માટી નીચે દબાઇ જતા કમનસીબે તેનુ ગૂંગળામણથી મોત નિપજ્યુ હતું. તે માટીમાં એટલો ઉંડે દબાઈ ગયો હતો કે તેના મૃતદેહને બહાર કાઢવા માટે JCB મશીનની મદદ લેવી પડી હતી. બાદમાં મૃતદહે મળી આવતા પી.એમ અર્થે ગોધરાની હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો.
મહત્વનું છે કે, પોલીસની પ્રાથમિક તપાસમાં માટીની નીચે દટાયેલા મજૂરો લીમખેડા અને દાહોદ જિલ્લાના વતની હોવાનો ખુલાસો થયો છે, તો પોલીસે આગળની વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








