નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ આ મહિનાના છેલ્લા દિવસથી વિશ્વની સૌથી મોટી T20 લીગ ઈન્ડિયન પ્રીમીયર લીગ (T20 League Indian Premier League) ની 16મી સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. IPLની પ્રથમ મેચ અમદાવાદમાં રમાવાની છે. જેથી મેચ જોવા આવતા પ્રેક્ષકો મુશ્કેલીમાં ન મુકાય માટે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ગઈકાલે મેટ્રોના સમયમાં ફેરફાર (Ahmedabad Metro Timings Changed) કરવામાં આવ્યો હતો. ત્યારે હવે વાહન લઈને મેચ જોવા આવતા લોકો માટે પાર્કિંગ અને ફ્રી શટલ સર્વિસ (Free Shuttle Service) ની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે.
IPL 2023ની પ્રથમ મેચ અમદાવાદ ખાતે યોજવામાં આવી છે ત્યારે આઈ.પી.એલ.ને અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદ ખાતે પ્રથમ મેચ હોય ત્યાં ઓપનિંગ સેરેમની થતી હોય તે જોવા માટે દર્શકોમાં ભારે ઉત્સાહ રહેતો હોય છે. જેના પગલે અમદાવાદની મેચની ટિકિટોનું ધડાધડ બુકિંગ થઈ જતા હવે ટિકિટો મળી રહી નથી અને હાઉસ ફૂલ છે. ત્યારે તંત્રએ પણ કોઈ મુશ્કેલીઓ ન સર્જાય અને સામાન્ય ટ્રાફિક પણ ન ખોરવાય માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. તંત્રએ ટ્રાફિકના અને સુવિધાના મુદ્દાઓને ધ્યાને રાખતા ગતરોજ મેટ્રો ટ્રેનને મોડે સુધી ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ત્યારે હવે મેચમાં આવતા લોકો માટે પાર્કિંગની વ્યવ્સથા મામલે નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયું છે કે પ્રેક્ષકોએ વાહન પાર્ક કરવા માટે એડવાન્સ્ડ બુકિંગ કરવવાનું રહેશે.
ક્ષકોને વાહન પાર્કિંગની હાલાકી ન પડે તે માટે સ્ટેડિયમની આસાપાસ કુલ 20 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે. જેમાં ટુ વ્હીલર માટે કુલ 8 પાર્કિંગ અને ફોર વ્હીલર માટે 10 પાર્કિંગ બનાવવામાં આવ્યા છે. જેની કુલ ક્ષમતા 15 હજાર ટુવ્હીલર અને 10 હજાર ફોર વ્હીલરની છે. અહીં વાહન પાર્કીંગ કરવા માટે ફરજિયાત શો માટ પાર્કિંગ એપ્લિકેશન પરથી એડવાન્સ બુક કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત દૂરના પાર્કિંગ સ્થળોથી સ્ટેડિયમના ગેટ સુધી અને સ્ટેડિયમના ગેટથી પાર્કિંગ સ્થળ સુધી લાવવા લઈ જવા માટે મફત શટલ સર્વિસની વ્યવસ્થા કરવામાં આવી છે.
ટૂંકમાં IPLની મેચ જોવા આવતા તમામ લોકોને વાહન પાર્કિંગ માટે ‘શો માય પાર્કિંગ’ એપ્લિકેશન પરથી ફરજિયાત એડવાન્સ બુક કરાવુ પડશે. જે માટે સૌ પ્રથમ શો માય પાર્કિંગ એપ મોબાઈલ ડાઉનલોડ કરવાની રહેશે. ત્યારબાદ ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટે પાર્કિંગ બુક કરવાનું રહેશે અને પાર્કિંગના લોકેશન સુધી પહોંચવા માટે ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. જે ક્યુઆર કોડ સ્કેન થતા જે તે વ્યક્તિને તેનું પાર્કિંગ લોકેશન બતાવશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








