નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: અમદાવાદમાં કપાતર પુત્રનો હેવાનિયત ભર્યું કૃત્ય સામે આવ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) પુત્રએ પૈસા માટે થઈને વૃદ્ધ માતા પર હુમલો કરી માર માર્યો હતો. ઉપરાંત માતાને જાનથી મારી નાખવાની ધમકી આપતાં દિકરાથી બચવા ના છૂટકે વૃદ્ધ માતાએ પુત્ર વિરૂદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. વૃદ્ધ માતાની વેદનાઓ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આખરે પોલીસે (Ahmedabad Police) માતાની ફરિયાદ નોંધી હેવાન પુત્રની ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના આનંદનગર વિસ્તારના આલોક એપાર્ટમેન્ટ રહેતો આકાશ જોષી અગાઉ કાપડની દુકાન ચલાવતો હતો. પરંતું છેલ્લા કેટલાક સમયથી તે ઘરે બેકાર હતો. પતિ બેકાર થતાં પત્નિ મોનલ પણ બે બાળકોને લઈને છેલ્લા છ મહિનાથી વડોદરા જતી રહી હતી. આકાશના માતા નિવૃત શિક્ષક હોવાથી તેમને પેન્શન આવતું હતું. આકાશ બેકાર હોવાથી માતા જોડેથી પૈસા કઢાવવા માટે અવાર-નવાર ઘરમાં તોડફોડ કરીને આતંક મચાવતો હતો. જેથી માતા ગભરાઈને પુત્રને પૈસા આપી દેતી હતી.
ગઈકાલે આકાશ તેની પત્ની સાથે ફોન પર વાતચીત કરી રહ્યો હતો, તે દરમિયાન બંને વચ્ચે તકરાર થતાં આકાશ ઉશ્કેરાઈ ગયો હતો. ત્યારબાદ આકાશે ઘરમાં તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. માતા કલ્પનાબેને પુત્રને તોડફોડ કરતાં અટકાવવા અને સમજાવો પ્રયત્ન કરવા જતાં પુત્રએ માતા પર હુમલો કરી ગળુ દબાવીને મારવાનો પ્રયત્ન કર્યો હતો.
પોતાની જનેતાને જ છરી મારીને જાનથી મારી નાખવાની ધમકી આપતા માતાએ ઘર મુકીને બીકના માકે આખી રાત નજીકના બસ સ્ટેન્ડ પર પસાર કરી હતી. ત્યારબાદ સમગ્ર બનાવ અંગે આંનદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી પુત્ર આકાશની ધરપકડ કરી હતી. આકાશથી માત્ર ન તેની માતા જ પણ સોસાયટીના રહીશો પણ પરેશાન હતા. આકાશ અવાર-નવાર ઘરમાં તોડફોડ કરીને આતંક મચાવતા આલોક એપાર્ટમેન્ટના અનેક રહીશોએ આકાશ વિરૂધ્ધ અરજી કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








