Sunday, April 19, 2026
HomeGujaratસાળા-બનેવીની ત્રીપુટીએ 9 જિલ્લાઓના 51 મંદિરને નિશાન બનાવી ચોરી કરી

સાળા-બનેવીની ત્રીપુટીએ 9 જિલ્લાઓના 51 મંદિરને નિશાન બનાવી ચોરી કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ભાવનગરઃ Bhavnagar Crime News: રાજ્યમાં રોજ-બરોજ ચોરીના (Loot) અનેક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાતા હોય છે. શોર્ટકટ રીતે પૈસા કમાવવા માટે અનેક લોકો ચોરીના રવાડે ચડતા હોય છે. જોકે કેટલીક વખત ચોર પોલીસના સકંજામાં આવી જતાં જેલીની હવા પણ ખાવી પડતી હોય છે. ત્યારે ભાવનગર પોલીસ (Bhavnagar Police) દ્વારા ચોરની એવી ત્રીપુટીને પકડવામાં આવી છે. જે માત્ર ભગવાનની નજર સામે જ ચોરી (Theft) કરતાં હતાં. એટલે કે માત્ર મંદિરોને જ ટાર્ગેટ (Temples Looted) કરતાં હતા.

પ્રાપ્ત વિગત અનુસાર, ભાવનગર એલસીબીનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન સિહોર તાલુકામાં ઘાંઘળી ચોકડી પાસે ત્રણ લોકોની શંકાસ્પદ ગતિવિધી અંગેની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતાં અગાઉ મંદિરમાં ચોરીના ગુનામાં ઝડપાયેલો અતુલ ધકાણ અને તેની સાથે અન્ય બે વ્યક્તિ સંજય સોની અને ભરત થડેશ્વર મળી આવ્યા હતા. ત્રણને ઝડપીને સઘન પુછપરછ કરવામાં આવતાં રાજ્યના મંદિરોમાં અત્યાર સુધીમાં લાખોની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું.

- Advertisement -

પોલીસે ઝડપેલી ત્રીપુટીમાં અતુલ ધકાણ મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધારનો અને પ્રવીણભાઈ થડેશ્વર અમદાવાદના નેસડા ગામનો રહેવાસી છે. ઉપરાંત બંને સાઢુભાઈ છે. જ્યારે સંજય સોની અમદાવાદના હીરાવાડી વિસ્તારનો છે અને બંનનો સાળો થાય છે. આમ અમદાવાદ અને ભાવનગરના સાળા-બનેવીની ટોળકીએ રાજ્યાના 9 જિલ્લાઓના 51 મંદિરમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે. આ ત્રીપુટીઓએ અમદાવાદ શહેર, અમદાવાદ રૂલર, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી, પોરબંદર, સોમનાથ, સિહોર સહિતના શહેરો તથા ગામડાઓમાં આવેલા કુલ 51 મંદિરોમાં ચોરીને અંજામ આપ્યો છે.

પોલીસ પુછપરછમાં સામે આવ્યું છે કે, સાળા-બનેવીની ત્રીપુટીઓ ચોરી કરવા માટે આસાન બને તેવા મંદિરોને ટાર્ગેટ કરતાં હતા. જે મંદિરમાં લોકોની અવર-જવર ઓછી હોય અને ગામડાથી દૂર હોય તેવા મંદિરને નિશાન બનાવીને દર્શન કરવાના બહાને મંદિરમાં રોકાઈ જતાં હતા. ત્યારબાદ મંદિરમાં રહેલી રોકડ અને ભગવાનને ચડાવવામાં આવેલા આભૂષણોની ચોરી કરતાં હતા. આમ એક બાદ એક આરોપીઓ 51 મંદિરમાં હાથફેરો કરીને લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ મોબાઈલ, ચોરી કરેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ કુલ મળીને રૂપિયા 60,400નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular