Saturday, April 18, 2026
HomeGujaratGir Somnathગીર સોમનાથના મોટા સમઢીયાળામાંથી લોકોના જીવ સાથે રમત કરતો નકલી ડૉકટર ઝડપાયો

ગીર સોમનાથના મોટા સમઢીયાળામાંથી લોકોના જીવ સાથે રમત કરતો નકલી ડૉકટર ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ: Gir Somnath News: ગીર ગઢડા (Gir Gadhada) તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બોગસ તબીબોનો (Fake Doctor) રોફડો ફાટ્યો છે. તંત્ર દ્વારા ભાગ્યે જ આવા તબીબો સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી હોય લેભાગુ તત્વો મુન્નાભાઇ એમ.બી.બી.એસ. બની ગ્રામ્ય વિસ્તારોમાં હાટડીઓ ખોલી બેસી ગયા છે. ત્યારે આરોગ્ય અધિકારી અને એસ.ઓ.જી ટીમે (SOG) મોટા સમઢીયાળા ગામમાંથી બોગસ તબીબને (Bogus Doctor) ઝડપી લીધો હતો.

ગતરોજ ગીર ગઢડા તાલુકાના બોગસ તબીબ વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ હતી. કારણ કે આરોગ્ય વિભાગ અને સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગીર ગઢડા તાલુકાના મોટા સમઢીયાળા ગામે કૌશિકભાઈ ધીરજલાલ રામપ્રસાદી બાવાજી નામના નકલી ડોક્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ શખ્સ પાસે કોઈ પણ માન્ય સંસ્થાની ડિગ્રી કે સર્ટિફિકેટ ન હોવા છતાં એલોપેથી સારવાર શરૂ કરી લોકોની જીંદગી સાથે ખીલવાડ શરૂ કરી રહ્યો હતો. જેને પગલે જિલ્લા એસ.ઓ.જી.ની ટીમે નકલી ડૉકટર કૌશિકને ઝડપી ઉના પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

- Advertisement -

ત્યારે મોટા સમઢીયાળા ગામે બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા બોગસ તબીબ આલમમાં હલચલ જોવા મળી હતી. જેને પગલે અન્ય ગામડાઓમાં આવા બોગસ તબીબોના હાટડાઓ ધડાધડ બંધ થવા લાગ્યા હતા. પરંતુ લોકોનું કહેવું છે કે પોલીસ અને આરોગ્ય વિભાગ સતત ચેકિંગ નહીં કરતા રહે તો ફરીથી નકલી ડૉકટરના હાટડા શરૂ થઈ જશે.

(ઈનપુટ: ધર્મેશ જેઠવા. ઉના)

TAG: Gir Somnath News, Fake Doctors

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular