Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં ભૂરાયા સાંઢ જેવી AMTS બસે વાહનોને લીધા અડફેટે, જૂઓ વિડીયો

અમદાવાદમાં ભૂરાયા સાંઢ જેવી AMTS બસે વાહનોને લીધા અડફેટે, જૂઓ વિડીયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad AMTS Bus Accident : રાજ્યમાં અનેક વખત બેફામ ફરતી સિટી બસના અકસ્માત (City Bus Accident) સામે આવતા રહે છે. ત્યારે આજે અમદાવાદમાં (Ahmedabad) પૂરપાટ ઝડપે AMTS બસે અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માત અમદાવાદના વિશાલા સર્કલ નજીક સર્જાયો હતો. જેમાં બેફામ ઝડપે ઘસી આવેલી AMTS બસે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ભયાનક અકસ્માતના આ બનાવમાં બે લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.

અમદાવાદમાં AMTS બસ બેફામ રીતે હંકારતા હોવાની અનેક વખત ફરિયાદો સામે આવતી રહી છે. અનેક વખત લોકો અને બસના ડ્રાયવર વચ્ચે ઘર્ષણ પણ થતા રહે છે. પરંતુ છતાં પણ બસના ચાલકો કે તંત્ર સુધરવાનું નામ લેવા તૈયાર નથી. જેના કારણે અમદાવાદ શહેરના વિશાલા સર્કલ નજીક એક ભયંકર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના દૃષ્યો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થતા તેની બેફામ ઝડપ અને બેદરકારી ઉઘાડી પડી છે.

- Advertisement -

ઉપરાંત બેફામ બસના ડ્રાયવર સિગ્નલ પણ તોડતો હોય તેવું આ સી.સી.ટી.વી. ફૂટેજ પરથી જોઈ શકાય છે. પૂરપાટ ઝડપે ઘસી આવેલી સિટી બસને જોઈ આસપાસ પસાર થઈ રહેલા લોકો થોભી ગયા હતા. ત્યારે સિટી બસે એક રિક્ષા એક ટેમ્પો અને બે કારને અડફેટ લઈ બે વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ કર્યા છે.

અકસ્માત એટલો ભયંકર હતો કે રીક્ષાનો તો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. જ્યારે ટેમ્પો સાથે ટક્કર થતા ટેમ્પો રસ્તા પર આડો પડી ગયો હતો. તેમજ અન્ય કારોમાં પણ ભારે નુકશાન થયું હતું. AMTS બસ અન્ય વાહનો સાથે ટક્કર થતાં બસના પાછળના પૈડા રીતસર ઉંચા થઈ ગયા હતા. જેના પરથી બસ ફુલ સ્પીડમાં આવી રહી હોવાનું અનુમાન લગાવી શકાય છે. અકસ્માત બાદ રાહદારીઓના ટોળા સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવમાં એક બાળકી અને એક મહિલા ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

TAG: Ahmedabad News, Ahmedabad AMTS City Bus Accident

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular