Thursday, April 24, 2025
HomeGujaratચોર સમજી ટોળાએ મહેમદાવાદમાં યુવકની હત્યા કરી, રાજ્યમાં 24 કલાકમાં 3 બનાવ

ચોર સમજી ટોળાએ મહેમદાવાદમાં યુવકની હત્યા કરી, રાજ્યમાં 24 કલાકમાં 3 બનાવ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ખેડા: Mehmedabad Youth Beaten To Death: ગતરોજ સોમવારે અમદાવાદના ચાંગોદરમાં નેપાળી યુવકને (Nepali Youth) ચોર સમજી ટોળાએ ઢોરમાર મારી પતાવી દીધો હતો. હજુ આ ઘટનાના પડઘા શમ્યા નથી ત્યાં ખેડા (Kheda) જિલ્લાના મહેમદાવાદમાં પણ તેવી જ ઘટના સામે આવી છે. જેમાં ચોર હોવાની આશંકાને પગલે ગ્રામજનોએ યુવકને ભયંકર માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. આમ રાજ્યમાં 24 કલાકમાં ચોરની આશંકાના કારણે ટોળાએ 3 જીવના ભોગ લીધાની ઘટના નોંધાઈ છે.

ખેડા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ચોરનો તરખાટ વધ્યો હોવાની ફરિયાદો ઉઠી રહી છે. જેના કારણે ગ્રામજનો દ્વારા રાત્રિના સમયે ગામનો પહેરો ભરી રખેવાળી કરવામાં આવે છે. પરંતુ આ રખેવાળીના કામ દરમિયાન કેટલીક વખત શંકાના આધારે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ જાય છે. આવી ઘટનાઓ જાણે હવે ચરમસિમા પર પહોંચી હોય તેમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ચોર હોવાની શંકાના આધારે 3 લોકોની ટોળા દ્વારા હત્યા કરી નાખવામાં આવી છે. જેમાં મહેમદાવાદના સુંઠાવણસોલ ગામમાં ગત સોમવારની રાત્રિના સમયે એક યુવકને આંટાફેરા કરતા જોઈ ગ્રામજનો ઘેરી વળ્યા હતા. ગ્રામજનોએ યુવકને પકડી ધોલધપાટ કરવાની શરૂતઆત કરી હતી અને બાદમાં જુસ્સામાં આવેલા ગ્રામજનોએ ઢોરમાર માર મારી યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો.

- Advertisement -

ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને પ્રાથમિક માહિતી મળી હતી કે ગામમાં ચોરીની ઘટનાઓ વધી રહી હોઈ ગ્રામજનો ચોરને પકડવા ધ્યાન રાખી રહ્યા હતા. દરમિયાન તેમને મૃતક યુવાન આંટાફેરા કરતો હોય ચોર હોવાની શંકા ગઈ હતી અને યુવકને પકડ્યો હતો. પરંતુ યુવક પરપ્રાંતિય હોય ગ્રામજનો અને યુવક બંને એક બીજાની ભાષા સમજી શકતા ન હતા. આમ ગ્રામજનોએ દ્રઢ શંકા થતા ચોર સમજી યુવકને મારવાનું શરૂ કર્યું હતું. મહેમદાવાદ પોલીસને ઘટનાની જાણ થતા જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન યુવકે દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો.

મહેમદાવાદ પોલીસે આ ઘટના મામલે હત્યાનો ગુનો નોંધી ટોળામાં સામેલ લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ પોલીસ હત્યારાઓની ઓળખ કરવા માટે વાયરલ વીડિયો અને સ્થાનિક લોકોની તપાસ કરી રહી છે.

TAG: Kheda News, Mehmedabad Crime News, Youth Beaten To Death

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular