Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabad2014થી ફરાર નારાયણ સાઈના ચેલાને ગુજરાત ATSએ આ રીતે ઝડપી પાડ્યો

2014થી ફરાર નારાયણ સાઈના ચેલાને ગુજરાત ATSએ આ રીતે ઝડપી પાડ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: આસારામના પુત્ર નારાયણ સાંઈ (Narayan Sai) વિરૂધ્ધ બળાત્કારની ફરિયાદી મહિલાના પતિ પર વર્ષ 2014માં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાની ઘટના મામલે સુરતના ખટોદરા પોલીસ સ્ટેશનમાં (Surat Police) ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આસારામનો શિષ્ય મઘ્યપ્રદેશનો (Madhya Pradesh) આરોપી સુનિલ (Accused Sunil) ઉર્ફે શૈલેન્દ્ર શાહુ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. જેના કારણે ગુજરાત એ.ટી.એસ. (Gujarat ATS) દ્વારા સુનિલ શાહુની શોધખોળ ચાલી રહી હતી, દરમિયાન એ.ટી.એસ.ને છુપા વેશમાં ફરતા સુનિલની બાતમી મળતા તેને ઝડપી લેવામાં આવ્યો હતો.

આરોપીઓ પોલીસથી બચવા લાખ પ્રયાસ કરે છતાં પણ પોલીસની નજરથી બચી શકતા નથી. આવું જ કામ ગુજરાત એ.ટી.એસ.ના પી.આઈ. નિખીલ બ્રહ્મભટ્ટ, કાનજી દેસાઈ, જે. એન. ચાવડા તેમજ પી.એસ.આઈ. કાનજી દેસાઈની ટીમ દ્વારા કરવામાં આવ્યું અને 6 વર્ષ બાદ હાઈપ્રોફાઈલ કેસના આરોપીને પકડી પાડ્યો છે. આરોપી સુનિલ ઉર્ફે શૈલૈન્દ્ર શાહુ વર્ષ 2014માં આસારામના પુત્ર નારાયણ સાંઈ પર બળાત્કારની ફરિયાદ કરનાર મહિલાના પતિ પર જીવલેણ હુમલો કરવાના મામલામાં સંડોવાયેલા હતો. આ મામલે સુરતના ખટોદરા પોલીસે ગુનો નોંધતા તે પોલીસ પકડી બચવા અમદાવાદમાં સ્થિત આસારામના મોટેરા આશ્રમ ખાતે છુપાઈ ગયો હતો. મોટેરા સ્થિત આશ્રમમાં આરોપી સનિલ તંબુ લગાવવાના કામમાં લાગી ગયો હતો. પરંતુ શાતિર દિમાગના સુનિલને ખબર હતી કે ગમે ત્યારે તે પોલીસને ઝપટે ચઢી શકે છે. માટે તેણે આસારામના એક આશ્રમથી બીજા આશ્રમમાં જઈ ગોવાળ તરીકે ગૌશાળામાં કામ શરૂ કર્યું હતું.

- Advertisement -

આમ સતત આસારામના આશ્રમમોમાં છુપાવેશે આશ્રય લઈ રહેલો સુનિલ શાહુ પોલીસ પકડથી બચી રહ્યો હતો. ત્યારે ગુજરાત પોલીસે સુનિલને ઝડપી લેવા લાંબા સમયથી કસરત શરૂ કરી દિધી હતી અને જેનું પરિણામ 1 માર્ચના રોજ મળ્યું હતું. આરોપી સુનિલ મધ્યપ્રદેશના અકોદીયા ખાતે ગૌશાળામાં કામ કરતો હોવાની બાતમી મળતા જ ગુજરાત એ.ટી.એસ.ના પી.આઈ. નિખીલ બ્રહ્મભટ્ટ, કાનજી દેસાઈ, જે. એન. ચાવડા તેમજ પી.એસ.આઈ. કાનજી દેસાઈની ટીમે આરોપીને ઝડપી લેવા ઓપરેશન શરૂ કરી મઘ્યપ્રદેશમાં ધામા નાખ્યા હતા. દરમિયાન સુનિલ શાહુ એક ખેતરમાં ઘાસચારો લેવા આવતા જ વેશ પલટો કરી વોચમાં રહેલી એ.ટી.એસ.ની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014થી ફરાર આરોપી સુનિલ ઉર્ફે શૈલેન્દ્ર શાહૂએ સુરતમાં મહિલા સાથે મકાન ભાડે રાખી દંપતિ હોવાનો ડ્હોળ કર્યો હતો. બાદમાં તેણે નારાયણ સાંઈ પર બળાત્કારની ફરિયાદ કરનાર મહિલાના પતિને 3 ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે મામલે સુરતના ખટોદરા પોલીસ વિભાગે તપાસ હાથ ધરી હતી અને સુનિલ સાહૂનું નામ આરોપી તરીકે સામે આવ્યું હતું. આરોપી સુનિલ વર્ષોથી આસારામનો સાધક છે અને પરિવારમાં માતા સિવાય કોઈ નથી. છતાં પણ તે વર્ષોથી માતાના સંપર્કમાં પણ રહેતો નથી અને આસારામના આશ્રમોમાં રહેવા લાગ્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular