નવજીવન ન્યૂઝ. અમદાવાદ: Ahmedabad Crime News: અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી આંગડિયા પેઢીના કર્મચારીઓ સાથે લૂંટ (Angadia Loot) કરવાના ઘણા કિસ્સા સામે આવી રહ્યા છે. પોલીસ (Ahmedabad Police) પણ આવા લૂંટારુઓને (Robbers) પકડવા માટે સતત પ્રયાસ કરી રહી છે. આવી જ રીતે લગભગ એક મહિના પહેલા થયેલી લૂંટના એક આરોપીને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) ઝડપી પડ્યો છે અને તેના અન્ય સાથીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાથમિક વિગતો મુજબ ગત 1લી ફેબ્રુઆરીએ વાડજ વિસ્તારમાં આવેલા સોનલ પાન પાર્લર આગળ જ્યારે એક આંગડિયા પેઢીનો કર્મચારી ઊભો હતો તે દરમિયાન 4 જેટલા વ્યક્તિઓએ એક્ટિવા ઉપરથી આંગડિયા પેઢીના કર્મચારી પાસે રહેલી સોના-ચાંદીના દાગીના અને ડાયમંડ ભરેલી બેગ લઈને ભાગી ગયા હતા. લૂંટ કર્યા બાદ આરોપી ઉપેશ અભંગે મહારાષ્ટ્રમાં પોતાના વતન નંદુરબાગ ભાગી ગયો હતો અને હવે પાછો જ્યારે અમદાવાદ લૂંટના સમાનના ભાગ પાડવા અમદાવાદ આવ્યો ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે તેની ધરપકડ કરી લીધી છે.
આરોપી ઉપેશ અભંગેની પૂછપરછ દરમિયાન સામે આવ્યું છે કે, આરોપી મૂળ મહારાષ્ટ્રનો છે અને ચોરી અને લૂંટ કરવા માટે તે અવાર-નવાર અમદાવાદ આવતો રહે છે. કુબેરનગર રહેતા આરોપી વિશાલ તનવાણી અને પ્રતિક પવનકરે ઉપેશને આ લૂંટ કરવા માટે અમદાવાદ બોલાવ્યો હતો અને ઓઢવમાં એક મકાન ભાડે રાખીને ત્યાં લૂંટને અંજામ આપવા માટેની તૈયારીઓ કરી હતી. આ આરોપીઓએ આમદવાદની 2 આંગડિયા પેઢીને નિશાન બનાવી હતી અને તેમાથી અમૃત કાંતિ આંગડિયા પેઢીને ટાર્ગેટ કરીને 2 દિવસ સુધી રેકી કર્યા બાદ લૂંટને અંજામ આપ્યો હતો.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડવામાં આવેલા આરોપી ઉપેશ અભંગે વિરુદ્ધ 7 જેટલા ગુના ગુજરાતમાં નોંધાયા છે. જેમાં અગાઈ અમદાવાદ અને મહેસાણામાં થયેલી લૂંટના ગુનાનો ભેદ પણ ઉકેલાયો છે. ઉપેશ અને અન્ય 3 આરોપીઓએ આ પહેલા પણ અનેક ગુના કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઉપેશ સિવાય અન્ય 3 આરોપીઓને વૉન્ટેડ જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








