Thursday, March 28, 2024
HomeGujaratAhmedabadમોદી સ્ટેડિયમમાં હુમલાની ધમકી વાયરલ કરનાર ઝડપાયો, અમદાવાદ સાયબર ક્રાઈમને મળી સફળતા

મોદી સ્ટેડિયમમાં હુમલાની ધમકી વાયરલ કરનાર ઝડપાયો, અમદાવાદ સાયબર ક્રાઈમને મળી સફળતા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad Crime News: ગત 9 માર્ચના રોજ અમદાવાદ ખાતેના વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં (Narendra Modi Stadium, Ahmedabad) ભારત-ઓસ્ટ્રેલિયા (India-Australia) વચ્ચે ચાલી રહેલી મેચમાં બંને દેશના પ્રધાનમંત્રી હાજર રહ્યા હતા. બે દેશના પ્રધાનમંત્રી અને લાખો લોકોની હાજરીના કારણે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. આ તકે સ્ટેડિયમમાં હુમલાની ધમકી વાયરલ થતા પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ કામે લાગી હતી. સદનસીબે આવી કોઈ ઘટના ઘટી નહીં પરંતુ પોલીસે આરોપી સુધી પહોંચવાનું બીડું ઝડપ્યું હતું. અને આ ધમકીનો વીડિયો ફરતો કરનાર આરોપી સુધી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch) પહોંચવામાં સફળ રહી છે.

પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચેની ક્રિકેટ ટેસ્ટ મેચની શરૂઆત થાય તે પહેલા જ એક વાયરલ વીડિયોને કારણે ખળભળાટ મચી ગયો હતો. ખાલિસ્તાન સમર્થક ગ્રુપના નામે અંગ્રેજીમાં આપવામાં આવેલી આ ધમકી ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુના અવાજમાં બનાવવામાં આવી હતી. જેમાં જણાવામાં આવ્યું હતું કે, ગુજરાતના લોકો 9 માર્ચે ઘરમાં સુરક્ષતિ રહો, ખાલિસ્તાન તરફી શીખ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હુમલો કરશે, ખાલિસ્તાની શીખ અને પોલીસ વચ્ચે બલીનો બકરો ન બનતા. ઉપરાંત આ વીડિયોમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ કેટલીક પ્રતિકૂળ ટીપ્પણીઓ પણ કરવામાં આવી હતી. આ ઘમકી વાયરલ થતા જ પોલીસ દળ સહિતની સુરક્ષા એજન્સીઓએ ભારત અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીની સુરક્ષામાં વધારો કરી દીધો હતો. સાથે જ સ્ટેડિયમને પણ લોખંડી બંદોબસ્તથી સુરક્ષિત કરી દેવામાં આવ્યો હતો.

- Advertisement -

આ મેચ બાદ અમદાવાદ પોલીસે આરોપી સુધી પહોંચવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. પરંતુ શાતિર આરોપીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરી પોલીસથી બચવા પુરતા પ્રયાસ કર્યા હતા. આરોપીઓએ સિમ બોક્સ ટેકનોલોજીની મદદથી આ ધમકી આપી હોય તેને ટ્રેસ કરવા પણ મુશ્કેલ હતા. પોલીસને વાયરલ વીડિયોના લોકેશન પણ મધ્યપ્રદેશ, યુ.પી. પંજાબ, બિહાર સહિતની જગ્યાઓના મળી રહ્યા હતા. જેના કારણે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમને આરોપી સુધી પહોંચવામાં ખુબ મહેનત બાદ સફળતા મળી હતી. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મધ્યપ્રદેશના બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી ગેરકાયદેસર એક્સચેન્જ પણ કબ્જે કરી તપાસ હાથ ધરી હોય હજુ વધુ ખુલાસા સામે આવે તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular