Tuesday, April 21, 2026
HomeNationalઉમેશ પાલ હત્યા કેસમાં વધુ એક એન્કાઉન્ટરઃ શુટર પર 50 હજારનું ઈનામ...

ઉમેશ પાલ હત્યા કેસમાં વધુ એક એન્કાઉન્ટરઃ શુટર પર 50 હજારનું ઈનામ હતું

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નવી દિલ્હીઃ Umesh Pal Murder Case: ઉમેશ પાલ હત્યા કેસના આરોપી મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં પ્રયાગરાજ પોલીસે (Prayagraj Police) ઉમેશ મર્ડર કેસમાં (Umesh Murder Case) સંડોવાયેલા એક શૂટરને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. પ્રયાગરાજ પોલીસ કમિશનર રમિત શર્માએ (Ramit Sharma) એન્કાઉન્ટરની પુષ્ટિ પણ કરી છે. માનવામાં આવે છે કે આરોપી ઉસ્માન ચૌધરીએ ઉમેશ પાલ અને તેની સાથે રહેલા કોન્સ્ટેબલને પહેલા ગોળી મારી હતી. ઉલ્લેખનીય છે કે આ કેસમાં ફરાર આરોપી વિજય ઉર્ફે ઉસ્માન પર રૂપિયા 50 હજારનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું.

મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના કંઢિયારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોમવારે મળસ્કે ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને આરોપી વિજય ઉર્ફે ઉસ્માન વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. એન્કાઉન્ટરમાં આરોપી ઉસ્માન પોલીસની ગોળીથી વિંધાતા ઘાયલ થયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત ઉસ્માનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર તબિબોએ ઉસ્માનને મૃત જાહેર કર્યો હતો. ઉમેશ પાલ હત્યા કેસમાં સંડોવાયેલો શૂટર વિજય ઉર્ફે ઉસ્માને મૃતક ઉમેશ પાલ અને પોલીસ કોન્સ્ટેબલ પર પ્રથમ ગોળી ચલાવી હતી. એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા વિજય ઉર્ફે ઉસ્માન પર રૂપિયા 50 હજારનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું. એન્કાઉન્ટર મામલે ઉત્તર પ્રદેશ પોલીસનું કહેવું છે કે ઘાયલોને સ્વરૂપરાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસા જણાવ્યા મુજબ આ એન્કાઉન્ટર વહેલી સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ થયું હતું.

- Advertisement -

મહત્વની વાત છે કે, ઉમેશ પાલ અને બે કોન્સ્ટેબલની હત્યામાં સામેલ અરબાઝને અગાઉ સોમવારના રોજ ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યો હતો. આરોપી અરબાઝ હુમલા સમયે સફેદ રંગની ક્રેટા કાર ચલાવી રહ્યો હતો જે કારમાં શૂટર સહિતના હુમલાખોર સવાર હતા. પોલીસને તપાસ દરમિયાન હુમલામાં ઉપયોગમાં લેવાયેલી ક્રેટા કાર ચકિયા વિસ્તારમાંથી મળી આવ્યા બાદ પોલીસ એન્જિન અને ચેસીસ નંબરના આધારે આરોપી અરબાઝ સુધી પહોંચી હતી. ગત સોમવારના રોજ બપોરના સમયે પોલીસને અરબાધ પીપલ ગામ વિસ્તારમાં હોવાની માહિતી મળતા બાતમીના સ્થળ પર પહોંચી હતી. દરમિયાન સ્થળ પર પોલીસની હાજરી જોઈ આરોપી અરબાઝે કથિત રીતે ગોળીબાર શરૂ કર્યો હતો. આ સમયે પોલીસે પણ વળતો જવાબ આપતા ગોળીબાર કરતા અરબાઝ માર્યો ગયો હતો તેવું કથન સામે આવ્યું હતું. આ એન્કાઉન્ટરમાં ધુમનગંજ ઈન્સ્પેક્ટરના જમણા હાથે પણ ગોળી વાગી હતી.

આ પણ વાંચો: જાણે પબ-જી રમતા હોય તેમ UPમાં હાઈપ્રોફાઈલ મર્ડર, જૂઓ વિડીયો અને જાણો પૂરી કહાની

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2005માં ધારાસભ્ય રાજુ પાલના ચકચારી હત્યા કેસમાં મૃતક ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા. ઉમેશે રાજુ પાલ હત્યા કેસની નિચલી કોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી ન્યાય માટે લડાઈ લડી હતી. આ કારણોસર તેની અતીક અહેમદ ગેંગ સાથે દુશ્મની થઈ હતી. તેમજ કોર્ટમાં જુબાની આપવા ગયેલા ઉમેશનું 28 ફેબ્રુઆરી 2008ના રોજ અપહરણ પણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ સામે આવી હતી. આ કેસમાં અતીક, તેના ભાઈ અશરફ સહિત કેટલાક આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. ગત શુક્રવારે આ જ અપહરણ કેસમાં ઉમેશ પાલની જુબાની લેવાની હતી.

એવામાં 24 ફેબ્રુઆરીના રોજ શુક્રવારએ લગભગ 4:30 કલાકે તેઓ કાર દ્વારા સુલેમસરાય, ધુમાનગંજ સ્થિત તેમના ઘરે જવા નીકળ્યા હતા. ત્યાં ગેટ પર કાર રોકીને ઉમેશ નીચે ઉતર્યો કે તરત જ તેના પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઉમેશને ગોળી વાગવાથી પડી ગયા બાદ ઉભા થઈને ઘરની અંદર ભાગ્યા હતા. તેમની સુરક્ષામાં રહેલા બંને સૈનિકો પણ તેને બચાવવા ઘરની અંદર દોડી ગયા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ઓટોમેટિક હથિયારોથી સતત ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બદમાશોએ બોમ્બ પણ ફેંક્યા હતા. બોમ્બ અને ગોળીઓના અવાજથી વિસ્તાર હડકંપ મચી ગયો હતો. હુમલાખોરો ત્યાંથી બાઇક પર ફરાર થઇ ગયા હતા. ઉમેશ પાલ, કોન્સ્ટેબલ સંદીપ અને રાઘવેન્દ્ર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા.

- Advertisement -

ત્રણેયને એસ.આર.એન. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ લગભગ એક કલાક બાદ ઉમેશ પાલને મૃત જાહેર કર્યા હતો. તબિબોએ આઝમગઢના રહેવાસી સુરક્ષા ગાર્ડ સંદીપ નિષાદના મૃત્યુની પણ પુષ્ટિ કરી હતી. જોકે લાંબી સારવાર બાદ અન્ય એક કોન્સ્ટેબલ રાઘવેન્દ્રનું પણ મોત થયું હતું.

24 માર્ચના રોજ શુક્રવારએ લગભગ 4.30 કલાકે તેઓ કાર દ્વારા સુલેમસરાય, ધુમાનગંજ સ્થિત તેમના ઘરે જવા નીકળ્યા હતા. ત્યાં ગેટ પર કાર રોકીને ઉમેશ નીચે ઉતર્યો કે તરત જ તેના પર ઓચિંતો હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઉમેશને ગોળી વાગવાથી પડી ગયા બાદ ઉભા થઈને ઘરની અંદર ભાગ્યા હતા. તેમની સુરક્ષામાં રહેલા બંને સૈનિકો પણ તેને બચાવવા ઘરની અંદર દોડી ગયા હતા. હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને ઓટોમેટિક હથિયારોથી સતત ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન બદમાશોએ બોમ્બ પણ ફેંક્યા હતા. બોમ્બ અને ગોળીઓના અવાજથી વિસ્તાર હડકંપ મચી ગયો હતો. હુમલાખોરો ત્યાંથી બાઇક પર ફરાર થઇ ગયા હતા. ઉમેશ પાલ, કોન્સ્ટેબલ સંદીપ અને રાઘવેન્દ્ર લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા.

ત્રણેયને એસઆરએન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરોએ લગભગ એક કલાક બાદ ઉમેશ પાલને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરોએ પણ આઝમગઢના રહેવાસી સુરક્ષા ગાર્ડ સંદીપ નિષાદના મૃત્યુની પુષ્ટિ કરી હતી. જોકે ઘણા દિવસોની સારવાર બાદ અન્ય એક કોન્સ્ટેબલ રાઘવેન્દ્રનું પણ મોત થયું હતું.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular