Tuesday, April 21, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદઃ CTMનો ડબલ ડેકર બ્રિજ બન્યો સુસાઈડ પોઈન્ટ, 1 મહિનામાં ચોથી ઘટના

અમદાવાદઃ CTMનો ડબલ ડેકર બ્રિજ બન્યો સુસાઈડ પોઈન્ટ, 1 મહિનામાં ચોથી ઘટના

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ Ahmedabad News: અમદાવાદના CTM વિસ્તારમાં આવેલો ડબલ ડેકર બ્રિજ હવે સુસાઈડ પોઈન્ટ (CTM Bridge Suicide Point) બની રહ્યો તે પ્રકારે ઘટના સામે આવી રહી છે. આજે આ બ્રિજ પરથી વધુ એક મહિલાએ આપધાત (Suicide) કરવાનો પ્રયાસ કર્યો છે. આ બ્રિજ પરથી આપધાતના પ્રયાસ કરવાની આ ચોથી ઘટના સામે આવી છે. આ બ્રિજની નીચેનો રસ્તો સતત ટ્રાફિકથી ધમધમતો રહે છે ત્યારે બ્રિજ પરથી આપધાતના પ્રયાસો વધતા વાહનચાલકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.

અમદાવાદમાં CTM ડબલ ડેકર બ્રિજ પરથી આજે એક મહિલાએ આપધાત પ્રયાસ કર્યો હતો. બ્રિજ પરથી મહિલાએ મોતની છલાંગ લગાવતા આસપાસના સ્થાનિકો એકઠા થઈ ગયા હતા અને મહિલાને 108 મારફતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બે દિવસ પહેલા આ જ ડબલ ડેકર બ્રિજ પરથી એક યુવતીએ બપોરના સમયે મોતની છલાંગ લગાવી હતી. 23 વર્ષીય યુવતીએ CTM બ્રિજ પરથી અગમ્ય કારણોસર છલાંગ લગાવી આત્મહત્યા કરવાની કોશિષ કરતા ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

- Advertisement -

અગાઉ 15 દિવસ પહેલા અમદાવાદના CTM ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી બપોરના સમયે 12 વર્ષની વિદ્યાર્થી આપધાત કરવા માટે મોતની છલાંગ લગાવી હતી. બાળકને છલાંગ લગાવતા જોઈને રાહદારીઓએ સમયસૂચકતા દાખવીને બચાવી લીધો હતો. સમગ્ર બાબતે બાળકના પરિવાર અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 6 ફેબ્રુઆરીના રોજ ડબલ ડેકર ઓવરબ્રિજ પરથી કોલેજમાં અભ્યાસ કરતી એક યુવતીએ બપોરના સમયે અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. નીચે ઉભેલા રાહદારીઓએ તેને સમજાવવાનો પ્રયત્ન કરવા બુમો પાડી રહ્યા હતા. પરંતુ યુવતી બ્રિજ પરથી કૂદકો મારી દીધો હતો. સમગ્ર બનાવનો વીડિયો એક વ્યક્તિમા મોબાઈલમાં કેદ થયો હતો. આ બ્રિજ પરથી 1 મહિનાની અંદર જ આત્મહત્યાના પ્રયાસનો આજે ચોથો બનાવ બન્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે હવે આ પ્રકારના બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવશે કે નહીં?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular