Monday, April 20, 2026
HomeGujaratAhmedabadAhmedabad માં BMW એ રિક્ષાને હવામાં ફંગોળી, બસ સ્ટેન્ડનો કચ્ચરઘાણ, રિક્ષા ચાલકને...

Ahmedabad માં BMW એ રિક્ષાને હવામાં ફંગોળી, બસ સ્ટેન્ડનો કચ્ચરઘાણ, રિક્ષા ચાલકને ગંભીર ઈજા

- Advertisement -

નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ શહેરમાં બનેલી એક હિટ એન્ડ રન (Hit and Run in Ahmedabad) ની ઘટનાએ તથ્યકાંડને યાદ કરાવી દીધો છે. સદનસીબે તથ્યકાંડ જેવી મોટી જાનહાની થઈ નથી. અમદાવાદના નિકોલ ભક્તિ સર્કલ (Nikol Bhakti Circle) પાસે બીએમડબ્લ્યૂના ચાલકે બેફામ ઝડપે કાર ચલાવી રિક્ષાને ટક્કર મારતા ઑટો ચાલકને ગંભીર ઈજા થઈ છે. અકસ્માત બાદ ચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દેતાં EV – BMW બસ સ્ટેન્ડમાં ઘૂસી ગઈ હતી.

પૂરઝડપે દોડી આવતી કારે રિક્ષાને ટક્કર મારતા ઑટોરિક્ષા દૂર ફંગોળાઈ ગઈ હતી. રિક્ષાને ટક્કર માર્યા બાદ BMW કાર AMTS બસ સ્ટેન્ડમાં ઘૂસી જતા બસ સ્ટેન્ડ અને 2.25 કરોડની કારનો કચ્ચરઘાણ વળી ગયો છે. પૂરઝડપે જતી કારના CCTV સામે આવ્યા છે. બનાવ અંગે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે (I Division Traffic Police) તપાસ શરૂ કરી છે. અકસ્માત સર્જનાર મહારાષ્ટ્ર પાસિંગની કારના ચાલકને ટુ વ્હીલર પર આવેલો એક યુવક લઈને નાસી ગયો હતો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular