Monday, April 20, 2026
HomeGujaratAhmedabadગુજરાતમાં શુક્રવારથી નહીં મળે CNG ગેસ, અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે વેચાણ

ગુજરાતમાં શુક્રવારથી નહીં મળે CNG ગેસ, અચોક્કસ મુદ્દત સુધી બંધ રહેશે વેચાણ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ CNG Pumps Strike in Gujarat : રાજ્યમાં CNG વાહન ચાલકો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આગામી 3 માર્ચ એટલે કે શુક્રવારથી CNG ગેસનું (CNG Gas) વેચાણ બંધ કરવાનો નિર્ણય ફેડરેશન ઓફ ગજરાત પેટ્રોલિયમ એસોસીએશનના (FGPDA) દ્વારા કરવામાં આવ્યો છે. એસોસીએશન દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધીમાં CNG ગેસનું વેચાણ નહીં કરવામાં આવે. આ નિર્ણયને કારણે આગામી દિવસમાં CNG વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

પ્રાપ્ત વિગત અનુસાર, છેલ્લા 55 મહિનાથી CNG ગેસ વેચાણ માટેનું ડીલર માર્જીન ન વધતા ડીલર્સ એસોસિએશને ત્રણ માર્ચથી અચોક્કસ મુદ્દત સુધી વેચાણ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. માર્જીનમાં વધારો છેલ્લે 2017માં એગ્રીમેન્ટ સમયે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આજદીન સુધી વધારો કરવામાં આવ્યો નથી. પેટ્રોલિયમ મંત્રી દ્વારા 01.12.2021થી માર્જીન વધારવાનો આદેશ હોવા છતાં અત્યાર સુધી કંપનીઓને વારંવાર રજૂઆત કરવા છતાં માર્જીનમાં વધારો કરવામાં આવ્યો નથી. CNG પંપ ધારકોનું છેલ્લા દોઢ વર્ષથી કમિશન રૂ 1.25થી વધારવાની માગ યથાવત રાખવામાં આવી હતી. પરંતુ ગેસ કંપની દ્વારા તેમની માગને સંતોષવામાં નહીં આવતા ફરી એક વખત CNG પંપ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

- Advertisement -

CNG ગેસનું માર્જિન કંપની દ્વારા કોસ્ટ બેઝ ફોર્મ્યુલાથી નક્કી કરવામાં આવતુ હોય છે. જે દર 2 વર્ષે CNG કંપની અને ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા રિટેલ એગ્રીમેન્ટ રીન્યુ કરવાના સમયે વેપારમાં થતાં ખર્ચને ધ્યાનમાં લઈને વધારો કરવામાં આવે છે. CNG ગેસના વેચાણ માટેનું ડીલર માર્જીન છેલ્લા 55 મહિનાથી ન વધતા ફેડરેશન તરફથી અનેક પત્ર લખ્યા હતા અને મિટીંગ પણ કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ પરિણામ ન આવતા આજે રાજ્યાના CNG ડીલર્સની મિટીંગ મળી હતી. જેમાં સર્વાનુમતે ત્રણ માર્ચે સવારે 7 વાગ્યાથી અચોક્કસ મુદ્દત સુધી CNG ગેસનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular