નવજીવન ન્યૂઝ. અમદાવાદ : Ahmedabad Crime News: અમદાવાદમાં એક વ્યક્તિને કચરાના ઢગલામાંથી એક એવી વસ્તુ મળી કે જેનાથી તેને જેલવાસ ભોગવવાનો વારો આવ્યો છે. અમદાવાદમાં પિરાણા (Pirana Ahmedabad) વિશાળ કચરાનો ઢગલો ખડકાયેલો છે. અહીં કેટલાક લોકો કચરો વિણવાવાળા લોકો પણ આવતા હોય છે. જેમને ક્યારે કિંમતી વસ્તુઓ પણ હાથમાં લાગતી હોય છે. પરંતુ એક વ્યક્તિને એવી વસ્તુ મળી કે SOG તેને ઉઠાવીને લઈ ગઈ.
પ્રાપ્ત વિગત અનુસાર, અમદાવાદ એસઓજીને માહિતી મળી હતી કે, એક વ્યક્તિ પાસે ગેરકાયદેસર હથિયાર સાથે રાખીને દાણીલીમડા ખોડીયારનગર તરફથી આવીને પીરાણા ચાર રસ્તા તરફ જવાનો છે. પોલીસને માહિતી મળતા જ ટીમ વોચમાં હતી. આ દરમિયાન પોલીસ પિરાણા કચરાના ઢગલાના અંદર જવાના રોડના નાકા પાસે પહોંચી ત્યારે દાણીલીમડા ખોડીયારનગરના રસ્તેથી અર્જુન ઠાકોર ચાલતો આવતો હતો. પોલીસ તેને અટકાવી પુછપરછ કરીને જડતી લેતા તેના પાસેથી એક દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો.
તમંચા અંગે પોલીસે અર્જુનની પુછપરછ કરતા જણાવ્યું હતુ કે, 15 દિવસ અગાઉ તે પિરાણા કચરાના ઢગલા પાસે તે કચરો વિણતો હતો. તે દરમિયાન તેને કચરાના ઢગલામાંથી આ દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો. આ હથિયાર ગેરકાયદેસર હોવા છતાં તેણે હથિયાર પોતાની પાસે રાખી લીધુ હતું અને ત્યાથી નીકળી ગયો હતો. આ હથિયારને વેચવા માટે નીકળતા જ પોલીસે તેને પકડી પાડ્યો હતો.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








