Saturday, April 18, 2026
HomeGujaratGir SomnathATMમાં મદદના નામે થતી હતી ઠગાઈ, વેરાવળ પોલીસે ડઝનેક ગુનાનો ભેદ એક...

ATMમાં મદદના નામે થતી હતી ઠગાઈ, વેરાવળ પોલીસે ડઝનેક ગુનાનો ભેદ એક સાથે ઉકેલ્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વેરાવળ: Veraval News : ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લાના વેરાવળ (Veraval) ખાતેથી છેતરપિંડીનો ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પોલીસે (Veraval Police) એ.ટી.એમ. નો (ATM Fraud) પીન જનરેટ કરતી વખતે લોકોને છેતરી કાર્ડ બદલી પૈસા ઉઠાવી લેતો આરોપી પકડી પાડ્યા છે. પોલીસે આ મામલે આંતરરાજ્ય ગેંગને પકડી કેટલાય ગુનાની કબૂલાત કરાવવામાં સફળતા મેળવી છે.

Veraval ATM Fraud Case
Veraval ATM Fraud Case

ઘટનાની મળતી વિગતો મુજબ 26 ફેબ્રુઆરીના રોજ વેરાવળ સિટી પોલીસ સ્ટેશનને બેન્કમાંથી છેતરપિંડીથી પૈસા ઉઠાવી લેવાયાની ફરિયાદ મળી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન પોલીસને વિગતો મળી હતી કે 24 ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે ફરિયાદી જ્યારે તેમના માતાના બેન્કના એ.ટી.એમ.નો પીન જનરેટ કરવા માટે ગયા હતા. એસ.બી.આઈ.ના એ.ટી.એમ. પર તેઓ પીન જનરેટ કરવા ગયા ત્યારે હાજર આરોપીએ પીન જનરેટ કરવા મદદ કરવાના નામે એ.ટી.એમ. બદલી નાખ્યું હતું. બાદમાં આરોપીઓએ તે ખાતામાંથી રૂપિયા 25,500ની ઉઠાંતરી કરી હતી.

- Advertisement -

આરોપીઓ સુધી પહોંચવા માટે વેરાવળ સિટી પોલીસે ચક્રોગતિમાન કરી સી.સી.ટી.વી. ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરી હતી. શોધખોળ દરમિયાન એ.એસ.આઈ. પ્રતિપાલસિંહ અને કોન્સ્ટેબલ રોહિતભાઈને આરોપીઓની બાતમી મળી હતી કે આરોપીઓ વેરાવળ ડાભોર રોડ પરના રેલવે ફાટક પાસે છે. માહિતી મળતા જ પોલીસે માહિતીના સ્થળ પર પહોંચી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

પોલીસે આ મામલે આરોપી ઉત્તરપ્રદેશ મૂળના અંકિતકુમાર કિરણપાલસિંહ ચૌધરી, સાગર ઉર્ફે અંકુર સતપાલ ચૌધરી, જીતેન્દ્રકુમાર ઉર્ફે જીતુ હરિશ્ચંદ્ર જાટને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસને વિવિધ બેન્કના 79 એ.ટી.એમ. લેપટોપ, મોબાઈલ, બાઈક, પી.ઓ.એસ. મશીન તેમજ રોકડા 19 હજાર રૂપિયા મળી આવ્યા હતા.

ઝડપાયેલા આરોપીઓની પુછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલાત કરી હતી કે ગુજરાતમાં રાજ્યભરમાં અનેક ગુનાઓ આચરી ચૂક્યા છે. જેમાં વેરાવળ, આણંદ, અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર, સુરત, રાજપીપળા અને વડોદરા સહિતના સ્થળોમાં તેમણે ગુના આચરી આ પ્રકારની છેતરપિંડી કરી છે. સાથે જ અગાઉ પણ તેમના વિરૂધ્ધ ઉત્તર પ્રદેશ અને સુરતમાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીઓની કબૂલાતમાં મોટી સંખ્યામાં ગુના ડિટેક્ટ થયા હોય પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હોવાના અહેવાલ છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular