Tuesday, May 26, 2026
HomeEducation Newsશાળા કોઈ પણ બોર્ડની હશે ગુજરાતી ફરજિયાત, સર્વાનુમતે બિલ પાસ

શાળા કોઈ પણ બોર્ડની હશે ગુજરાતી ફરજિયાત, સર્વાનુમતે બિલ પાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગાંધીનગરઃ Gujarat Assembly Updates: ગુજરાતની તમામ શાળાઓમાં ગુજરાતી વિષય ફરજીયાત (Gujarati language compulsory) ભણાવવામાં આવે તે માટે રાજ્ય સરકાર (Gujarat Government) દ્વારા આજે વિધાનસભા ગૃહમાં (Gujarat Vidhan sabha) ગુજરાતી ભાષા ફરજીયાત કરતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે (Kuber Dindor)ગૃહમાં બિલ રજૂ કર્યું હતું જેને કોંગ્રેસ અને AAP પાર્ટી દ્વારા પણ સમર્થન મળ્યું હતું. આમ ગુજરાતી ભાષા ફરજીયાત કરતા બિલને ટેકો આપતા વિધાનસભામાં બિલ સર્વાનુમતે પાસ થયુ હતું.

રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓમાં હવેથી ગુજરાતી વિષયને ફરજીયાત ભણાવવામાં આવશે. હવેથી કોઈ પણ બોર્ડ હોય તે તમામ બોર્ડની શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવું ફરજીયાત થશે. રાજ્યની જે શાળાઓમાં ગુજરાતી વિષય ભણાવવામાં નહીં આવે તે શાળા સામે કાર્યવાહી કરવા સુધીની જોગવાઈ આ બિલમાં કરવામાં આવી છે. સાથે જ દંડ અને સજાની જોગવાઈ પણ આ બિલમાં રાખવામાં આવી છે. અગાઉ ગુજરાત હાઈકોર્ટમાં ગુજરાતી ભાષાના અભ્યાસને લઈને જાહેર હિતની અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને આ અંગેની ટકોર કરવામાં આવી હતી.

- Advertisement -

આજે વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવેલા “ગુજરાતી ફરજિયાત ગુજરાતી ભાષા શિક્ષણ અને અભ્યાસ બાબત વિધયક-૨૦૨૩”ને સમર્થન આપતા અર્જુન મોઢવાડિયાએ કેટલાક સુચનો પણ રજુ કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત માતૃભાષામાં હોવુ જ જોઈએ, પરંતુ આ કાર્યમાં આપણે બારી તુટીને દરવાજો થઈ ગઈ એટલો વિલંબ કર્યો છે. આજે મને ગુજરાતના પ્રથમ શિક્ષણ મંત્રી મગનલાલ પણ યાદ આવી રહ્યા છે. તેઓ ગુજરાતી ભાષા અને માતૃભાષામાં જ શિક્ષણના હિમાયતી શિક્ષણ મંત્રીને કારણે ગુજરાતીમાં ભણવા એટલે મગન માધ્યમ એમ કહેવાતુ. સરકારે માતૃભાષાથી આગળ વધીને પોરબંદરના મહેર-ખારવા,જામનગર-ઓખા મંડળના વાઘેર-ગઢવી, સિંધી,કચ્છીઓની અને આદિવાસીઓ સહિત આપણી ૫૫ બોલીઓને સાચવવા અને વિકસાવવા માટે ખાસ જોઈગાઈ કરવી જોઈએ, તેમજ આ બોલીઓને પણ વિષય તરીકે બાળકોને ભણાવવો જોઈએ.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular