Tuesday, April 21, 2026
HomeGujaratદોઢ વર્ષની દિકરીની કબર પર કપડા બહાર પડ્યા હતા, અજૂગતું થયાની સુરેન્દ્રનગરના...

દોઢ વર્ષની દિકરીની કબર પર કપડા બહાર પડ્યા હતા, અજૂગતું થયાની સુરેન્દ્રનગરના પરિવારને આશંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. સુરેન્દ્રનગર: Surendranagar News: માનસીક વિકૃત નરાધમો દ્વારા બાળકી પર બળાત્કાર અને હત્યાના (rape with dead body of girl child) સમાચારો સામે આવે ત્યારે ઉહાપો જોવા મળતો હોય છે. પરંતુ સુરેન્દ્રનગરમાં (Surendranagar) એક કથિત ઘટના સામે આવી છે જેને સાંભળી રીતસર માનવજાતમાં રહેલા રાક્ષસો પર ધૃણા પેદા થવા લાગે. સુરેન્દ્રનગરના થાનગઢ (Thangadh) તાલુકામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં કથિત આક્ષેપ છે કે દોઢ વર્ષની દિકરીનું મૃત્યું થતા તેને દફનાવી દેવામાં આવી હતી પરંતું, કોઈએ તેને કબરમાંથી બહાર કાઢી કપડા હટાવી ધ્રુણાસ્પદ કૃત્ય આચર્યું છે.

Rape With Deadbody in Surendranagar
Rape With Deadbody in Surendranagar

મળતી વિગતો અનુસાર સુરેન્દ્રનગરના થાનગઢ તાલુકામાં દોઢ વર્ષની એક દિકરીને હ્રદયમાં કાણું હોય તેની તબિયત લથડી હતી. દિકરીની તબિયત લથડતા પરિવારે તેને થાનગઢના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડી હતી. પરંતુ ત્યાં હાજર ડૉકટરે દિકરીને મૃત ઘોષિત કરતા પરિવાર શોકમગ્ન બન્યો હતો. દિકરીના મૃત્યું બાદ તેની દફન વિધી કરવામાં આવી હતી. દિકરીના વિરહમાં રહેલા પરિવારના સભ્ય પક્ષીને ચણ નાખવા માટે કબર પાસે ગયા હતા. પરંતુ ત્યાં તેમને જે દૃષ્ય જોવા મળ્યું તે ચોંકાવનારું હતું. દિકરીને જાણે કોઈએ કબરમાંથી બહાર કાઢી તેના વસ્ત્રો હટાવ્યા હોય તેમ તેઓને જણાતા તેમને પોલીસનો સંપર્ક કર્યો હતો.પરિવારનો આરોપ છે કે પોલીસે બાળકીના મૃતદેહને ફરીથી દફનાવી દેવાનું કહી વાત પુરી કરવા પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

પરંતુ પરિવારના પુરૂષ સભ્યોને કંઈક અજૂગતું થયાની દ્રઢ શંકા જતા તેઓ મહિલાઓને સાથે રાખી કબર પર ગયા હતા. કબર પર જતા દિકરીના વસ્ત્રો બહાર પડ્યાં હતા અને કબર ખોલવામાં આવી હોય તેમ જણાયું હતું. જેથી મહિલાઓએ દિકરીના મૃતદેહની ચકાસણી કરતા તેમને ભયાનક દૃષ્ય જોવા મળ્યું હતું. મહિલાઓ ખરેખર કંઈક અજૂગતું થયાનું જણાવતા ફરીથી પરિવાર પોલીસ પાસે પહોંચ્યો અને ઘટનાની જાણ કરી હતી. આખરે પોલીસે મૃતદેહને બહાર લઈ ફોરેન્સિક તપાસ માટે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

Thangadh Health Center
Thangadh Health Center

રોષે ભરાયેલા પરિવારે આ મામલો પોલીસ સી.સી.ટી.વી. કેમેરાની પણ તપાસ કરવા માગણી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે પોલીસ ઊંડાણ પૂર્વક તપાસ કરી સત્ય ઉજાગર કરી આરોપીને પકડી પાડે. પરિવારે દુઃખ સાથે કહ્યું હતું કે,’આ તો અમે આવ્યા અને અમને જાણ થઈ બાકી કેટલાય મૃતદેહો સાથે આવું થયું હશે કોને ખબર?’ આ સમાચાર સામે આવતા જ સમગ્ર સુરેન્દ્રનગર પંથક સહિત રાજ્યામાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને પોલીસ કાર્યવાહીની માગણી ઉઠવા પામી છે. હવે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે ત્યારે જોવું રહ્યું કે ઘટનાનું રહસ્ય ઉજાગર થાય છે કે કેમ?

Tag: Rape With Girl Child Deadbody in Surendranagar

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular