Monday, April 20, 2026
HomeGujaratRajkotહવે તો ન્યાય આપો! અમુલ ઇન્ડસ્ટ્રીઝનાં વધુ ત્રણ કર્મચારીઓએ MDના ઘર બહાર...

હવે તો ન્યાય આપો! અમુલ ઇન્ડસ્ટ્રીઝનાં વધુ ત્રણ કર્મચારીઓએ MDના ઘર બહાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Latest News રાજકોટના આજી GIDCમાં આવેલી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના (Amul Industries) કર્મચારીઓએ ગતરોજ રાજકોટ કલેકટર કચેરી (Rajkot Collector Office) ખાતે ધરણા સમયે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ ફરી રાત્રિના સમયે કામદારો અમૂલ ઈન્ડસ્ટ્રીઝના માલિકના ઘર બહાર મોટી સંખ્યામાં કામદારો ધરણા પર બેઠા હતા. દરમિયાન ફરી ત્રણેક કામદારોએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કામદારોએ ઝેરી દવા પી લેતા તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કામદારો તેમના પી.એફ. અને બાકીના પગાર માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે ગતરોજ કામદારો રાજકોટ કલેકટર કચેરી ખાત પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ સમયે કેટલાક કામદારોએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે હાજર પોલીસકર્મીઓએ તેમને પકડી લેતા દુઃખદ બનાવ બનતા અટક્યો હતો. ત્યારબાદ કામદારોએ મોડી રાત્રે રાજકોટના નાના મૌવા સ્થિત સિલ્વર હાઈટ્સ એપાર્ટમેન્ટ ખાતે કે જ્યાં અમૂલ ઈન્ડસ્ટ્રીઝના એમ.ડી. નું ઘર આવેલું છે ત્યાં ધરણા કર્યા હતા. આ દરમિયાન પણ ત્રણ જેટલા કામદારોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. કમાદારોએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવાામં આવ્યા હતા.અને પોલીસે અન્ય 50 જેટલા કામદારોની અટકાયત કરી મામલો થાળે પાડ્યો હતો.

- Advertisement -
Employees attempt suicide in Rajkot
Employees attempt suicide in Rajkot
આ પણ વાંચો: રાજકોટ કલેકટર કચેરીમાં કામદારોનો આત્મહત્યાનો પ્રયાસ, અમુલ ઈન્ડસ્ટ્રીઝ પૈસા નથી ચૂકવતીનો આરોપ

મળતી વિગતો અનુસાર અમૂલ ઈન્ડસ્ટ્રીઝના કામદારોને ત્રણ મહિનાનો પગાર અને કેટલાક મહિનાઓનું પી.એફ.ચૂકવવાનું બાકી છે. જેના કારણે કામદારો પોતાની માગણી લઈ ભૂખ હડતાળ સહિતના પ્રદર્શન કરી ચૂક્યા છે. પંરતુ આ મામલે કોઈ પણ પગલા લેવામાં નહીં આવતા ગતરોજ બુધવારે બપોરના સમયે કર્મચારીઓએ કલેકટર કચેરી ખાતે ધરણા કર્યા હતા. ત્યારે કામદારોએ આક્ષેપ કર્યો હતો કે, તેમની માગણીઓ બાબતે કલેકટર તંત્ર કે સરકાર દ્વારા કોઈ ધ્યાન આપવામા આવતું નહીં હોય તેઓ આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. હવે જોવું રહ્યું કે બે-બે વખત આત્મહત્યાના પ્રયાસ બાદ કામદારોને ન્યાય મળે છે કેમ?

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular