નવજીવન ન્યૂઝ. રાજકોટ: Rajkot Crime News: રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચે (Rajkot Crime Branch)નાગરિકોની સેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડ્યું છે. અપહૃતના પિતાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ પોતાના દિકરાનું અપહરણ (kidnapped businessman in Africa) થયાની વાત કરતા જ પોલીસે સક્રીય થઈ કાર્યવાહી શરૂ કરી હતી. આમ તો અપહરણની આ ઘટના રાજકોટ શહેર પોલીસના(Rajkot Police) અધિકાર ક્ષેત્રની ન હતી પરંતુ, રાજકોટ પોલીસે નાગરિકની મદદ કરવાનું ઉત્તરદાયિત્વ નિભાવી મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે.
ઘટનાની વિગત એવી છે કે, રાજકોટ શહેરના વાવાડી વિસ્તારમાં આવેલા સત્યમ હિલ્સ ગોલ્ડમાં રહેતા પ્રફુલભાઈ મલ્લીનો પુત્ર કેયુરભાઈ મલ્લી બિઝનેસ અર્થે સાઉથ આફ્રિકાના જહોનીસબર્ગ શહેરમાં ગયો હતો. ભારતથી વિમાન મારફતે જહોનીસબર્ગ પહોંચી અગાઉથી સંપર્કમાં રહેલા વ્યક્તિઓનો સંપર્ક કર્યો હતો. જ્યાં એરોપોર્ટ પર પહોંચતા જ ભારતીયો તેને કારમાં બેસાડી લઈ ગયા હતા. કારમાં કેયુરને ઘરે લઈ જવાનું કહી બેસાડી લઈ આરોપીઓ હોટલમાં લઈ ગયા હતા. બાદમાં આરોપીઓએ હોટલમાં જ કેયુરનું અપહરણ કરી લીધાનું જણાવી તેને ગોંધી રાખ્યો હતો.
વિદેશની ધરતી પણ અપહરણ થઈ ગયાની જાણ થતા જ કેયુર ડરી ગયો હતો. બાદમાં અપહરણકારો દ્વારા મોટી ખંડણીની માગણી શરૂ કરવામાં આવી હતી. અપહરકારો દ્વારા તગડી રકમની માગણી કરતા યુવકે પોતાના પિતાને જાણ કરવા કહ્યું હતું. બાદમાં અપહરણકારોએ ખંડણીની રકમ ઘટાડી હતી પરંતુ છતાં યુવક પાસે એટલા પૈસાની વ્યવસ્થા નહીં થતા તેના પિતાને જાણ કરી ખંડણીની રકમ મોકલવા જણાવવા કહ્યું હતું. આ ફોન બાદ કેયુરના પિતાને સાઉથ આફ્રિકા ગયેલા પુત્રના અપહરણની જાણકારી મળી હતી.
પુત્રનું વિદેશમાં અપહરણ થયાની ખબર પડતા જ બેબાકડા બનેલા પિતાએ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ ધા નાખી હતી. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના અધિકાર ક્ષેત્રની બહારની ઘટનામાં રાજકોટ શહેર પોલીસ કરી પણ શું શકે? પરંતુ છતાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચા ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે તાબડતોબ શક્ય એટલી મદદ કરવાની તૈયારી બતાવી હતી. બાદમાં રાજકોટ શહેર સાયબર ક્રાઈમની પણ મદદ લેવામાં આવી અને સાઉથ આફ્રિકા સ્થિત ભારતીય દુતાવાસ તેમજ સાઉથ આફ્રિકાની પોલીસનો સંપર્ક કરી યુવકને બચાવવા કવાયત હાથ ધરવામાં આવી હતી.
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને સાયબર ક્રાઈમ બ્રાન્ચે મામલાની ગંભીરતા પારખી સાઉથ આફ્રિકા સ્થિત ભારતીય નાગરિકોની પણ મદદથી જહોનીસબર્સ પોલીસ સાથે મજબૂત સંપર્કો સ્થાપવાની જહેમત ઉઠાવી હતી. સાથે જ પોલીસ કમિશનરે વિદેશ મંત્રાલયને જાણ કરી શક્ય એટલી મદદ કરતા કેયુર હેમખેમ અપહરણકારોની ચુંગાલમાંથી છૂટ્યો હતો. બાદમાં રાજકોટ પહોંચેલો કેયુર રાજકોટ શહેર પોલીસનો આભાર વ્યક્ત કરવા માટે પહોંચ્યો હતો. સાથે જ તેણે મીડિયા સમક્ષ આપવિતી જણાવતા કહ્યું હતું કે, આરોપીઓ દ્વારા તેમની પાસેથી 30 લાખની રકમ મેળવી લેવાઈ હતી. બાદમાં સાઉથ આફ્રિકામાં પોલીસે આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરી 70 ટકા જેટલી રકમ રીકવર કરી છે. સરકારને તેણે આરોપીઓ પાસેથી રીકવર થયેલી રકમ પરત મળે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી.
કેયુરના અપહરણ મામલે રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની કાબીલેદાદ કાર્યવાહીએ પોલીસ સેવાનું મોટું ઉદાહરણ પુરું પાડ્યું છે. સાથે જ ક્રાઈમ બ્રાન્ચના નવા લોગોનું સુત્ર, સતર્ક, સમર્થ અને સશક્ત પણ સાર્થક થયું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








