નવજીવન ન્યૂઝ. રાજકોટ: Devayat Khavad Latest news: ડાયરા કલાકાર દેવાયત ખવડ(Devayat Khavad) મયુરસિંહ રાણા નામના યુવાનને માર મારવાના કેસમાં જેલમાં બંધ છે. ત્યારે સોશિયલ મીડિયા પર મેસેજ ફરતા થયા છે કે, રાણાને રાહત નહીં, દેવાયત ખવડની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ પ્રકારના મેસેજ કેટલાક માધ્યમો દ્વારા પણ ફરતા થતા મામલાની ખરાઈ કરતા મોટો ખુલાસો થયો છે.

સૌરાષ્ટ્રના પ્રસિધ્ધ ડાયરા કલાકાર દેવાયત ખવડ ડાયરામાં ‘રાણો રાણાની રીતે’ વાળું નિવેદન આપી પ્રખ્યાત બન્યા છે. પણ રાજકોટમાં યાજ્ઞિક રોડ પર મયુરસિંહ નામના યુવક પણ હુમલાના કેસમાં તેમની સંડોવણી ખુલતા અને તેઓ પોલીસ પકડથી નાસી રહ્યા હતા. દરમિયાન તેમનું આ નિવેદન સોશિયલ મીડિયામાં હાસ્યના સ્વરૂપે વ્યંગ કરી ધમાલ મચાવતું જોવા મળી રહ્યું હતું. બાદમાં અચાનક જ ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ રજૂ થયા અને જામીન નહીં મળતા તેમને રિમાન્ડ બાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે. હાલ દેવાયત ખવડ રાજકોટની સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ત્યારે તેમના જામીન હાઈકોર્ટે રદ કર્યા તે મતલબના મેસેજ ફરતા થયા છે.

દેવાયત ખવડના જામીન ગુજરાત હાઈકોર્ટે રદ કર્યાના મેસેજને પગલે તેમના વકિલ ઉત્કર્ષ દવે સાથે વાત કરતા ચોંકાવનારી માહિતી મળી છે. ઉત્કર્ષ દવેએ જણાવ્યું હતું કે, આ મેસેજ ખોટા છે, અમારા અસીલ દેવાયત ખવડે હાઈકોર્ટમાં જામીન મુક્યા જ નથી તો નિર્ણય કેવી રીતે આવ્યો હોય. આ મેસેજ માત્ર અફવા છે અમારા અસીલે રાજકોટ સેસન્સ કોર્ટ બાદ હાઈકોર્ટમાં જામીન મુક્યા જ નથી.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








