નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટમાં જે પ્રકારે છેલ્લા દિવસોથી સ્ટેટ મોનિટરિંગ સેલ અને બાદમાં સ્થાનિક પોલીસ દારૂ ઝડપી રહી છે તેના પરથી સમજી શકાય છે કે દારૂ માફીયા કેટલા બેફામ બન્યા છે. ત્યારે હવે તો રાજકોટ પોલીસ કમિશનર કચેરીની નજીકથી જ દારૂ ભરેલી બિનવારસી કાર મળી આવી છે. પ્રાપ્ત વિગતો મુજબ પોલીસ(Rajkot Police)ને આ કારમાં તપાસ કરતા દારૂની 68 બોટલો જથ્થો મળી આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગતરોજ મંગળવારની રાત્રિના સમયે રાજકોટ પોલીસ કમિશનર કચેરી નજીકથી એક બિનવારસી હાલતમાં આઈ-20 કાર મળી આવી હતી. નંબર પ્લેટ વગરની બિનવારસી કારની માહિતી કંટ્રોલ રૂમને મળતા તાત્કાલીક ઘટના સ્થળે પોલીસ કાફલો પહોંચી ગયો હતો. જેમાં પ્રદ્યુમનનગર પોલીસે તપાસ કરતા 6 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સાથે પોલીસને કારમાંથી એક આર.સી. બુક પણ મળી હતી જેમાં અમદાવાદ પાસિંગની કાર હોવાનું જણાયું હતું. પોલીસે આ મામલે દારૂ, કાર અને આર.સી.બુક કબ્જે કરી આગળી તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








