નવજીવન ન્યૂઝ. મુંબઈ: શિરડી જઈ રહેલી બસનો નાસિકના સિન્નર પાસે અકસ્માત થતાં 10 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 15 લોકો ઘાયલ પણ થયા છે. બસમાં કુલ 35 થી 40 મુસાફરો સવાર હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ અકસ્માત સિન્નર-શિરડી હાઈવે પર સવારે 6 વાગ્યે થયો હતો. પથારે ગામમાં હોટલ વનરાઈ પાસે ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને વાહનોના બુકડા બોલી ગયા હતા.

બસમાં અંબરનાથ થાણે વિસ્તારમાંથી લગભગ 35 થી 40 મુસાફરો શિરડી જઈ રહ્યા હતા. ઉલ્હાસનગરથી સાંઈબાબા દર્શન માટે 15 બસો જઈ રહી હતી. આવી જ એક બસને અકસ્માત નડ્યો છે. નાસિક ગ્રામીણના એસપી શાહજી ઉમપના જણાવ્યા અનુસાર, અકસ્માતમાં 10 લોકોના મોત થયા છે. લગભગ 15 લોકો ઘાયલ છે, જેમને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની તપાસ ચાલી રહી છે. મૃતકોમાં સાત મહિલાઓ, બે બાળકો અને એક પુરુષનો સમાવેશ થાય છે. કેટલાક ઘાયલોની હાલત નાજુક છે, આ સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સિન્નર-શિરડી હાઈવે પર બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને અકસ્માતની તપાસ કરવા સૂચના આપી છે. તેમણે વહીવટીતંત્રને અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રૂપિયા આપવા અને ઘાયલોને સરકારી ખર્ચે જરૂરી સારવાર આપવા સૂચના આપી છે. આ અકસ્માતના સમાચાર સામે આવતાની સાથે જ મુખ્યમંત્રીએ નાસિકના ડિવિઝનલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સાથે ચર્ચા કરી અને તેના વિશે વધુ માહિતી મેળવી. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર બસ દુર્ઘટનામાં જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








