નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ PM નરેન્દ્ર મોદી(PM Narenra Modi)ના માતા હીરાબાનું આજે 100 વર્ષની ઉંમરે દુઃખદ નિધન થયું છે. માતાના નિધનને પગલે પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર(Gandhinagar)ખાતે પહોંચ્યા હતા. પીએમ મોદી માતાને કાંધ આપવા માતાની અંતિમવિધીમાં હાજર રહ્યા હતા. ગાંધીનગરના સેક્ટર 30 ખાતે સ્થિત સ્મશાનમાં હીરાબાના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. જ્યાં પીએમ મોદીએ તેમના ભાઈઓ સાથે મળીને માતા હીરાબાને કાંધ આપી મુખાગ્નિ આપ્યો હતો. આ પ્રસંગે માત્ર પીએમ મોદીના પરિવારના સભ્યો જ હાજર જોવા મળ્યા હતા. આ પ્રસંગે ભાજપના કાર્યકરો અને આગેવાનોને ભેગા થવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. આજે વહેલી સવારે 3.30 કલાકે હીરાબેનનું નિધન થયું હતું.
સારવાર હેઠળ હતા હીરાબા

ઉલ્લેખનીય છે કે, હીરાબાને ગત મંગળવારની રાત્રિએ અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં કરવામાં આવ્યા હતા. ગુરુવારે જ હોસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે, તેમને એક-બે દિવસમાં રજા આપવામાં આવી શકે છે. પીએમ મોદી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં પણ પહોંચ્યા હતા અને માતાના અબરઅતંર પુછ્યા હતા. હોસ્પિટલમાં તેમના અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા હતા જે તમામ નોર્મલ આવ્યા હતા. ગઈકાલે CM ભુપેન્દ્ર પટેલે પણ હીરાબાના ખબર અંતર પુછવા હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જોકે હોસ્પિટલ દ્વારા ગઈકાલ સુધી હીરાબાની તબીયત સ્થીર હોવાનું જણાવ્યું હતું.
પ્રધાનમંત્રીએ શ્રધ્ધાંજલી આપતી ટ્વિટ કરી
યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા શુક્રવારે વહેલી સવારે 3.30 વાગ્યે અંતિમશ્વાસ લીધા હતા. હોસ્પિટલ દ્વારા અખબારીયાદીમાં આ જાણકારી આપવામાં આવી હતી. PM મોદીએ ટ્વિટ કરીને માતાને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે ટ્વીટ કર્યું કે, ‘એક શાનદાર સદી ભગવાનનાં ચરણોમાં છે, માતામાં મેં હંમેશા એ ત્રિમૂર્તિ અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવનનો સમાવેશ થાય છે.’
પરિવારે કરી અપીલ
સાથે જ હીરાબેનના પરિવારજનોએ લાગણીસભર અપીલ કરી છે. પરિવાર વતી કહેવામાં આવ્યું છે કે આ મુશ્કેલ સમયમાં તમારી પ્રાર્થનાઓ માટે અમે આપ સૌના આભારી છીએ. સૌને નમ્ર વિનંતી છે કે દિવંગત હિરાબાની આત્માને તમારા વિચારોમાં રાખો અને તમારા પૂર્વ નિર્ધારિત કાર્યક્રમને ચાલુ રાખો. હીરાબાને આ જ સાચી શ્રદ્ધાંજલિ હશે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરી વ્યક્ત કરી સંવેદના
હિરાબાના નિધન અંગે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા શ્રીમતી હીરા બાના નિધનના સમાચાર અત્યંત દુખદ છે. આ મુશ્કેલ સમયે, હું તેમને અને તેમના પરિવારને મારી ઊંડી સંવેદના અને પ્રેમ વ્યક્ત કરું છું.’
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








