Sunday, April 19, 2026
HomeGujaratGir Somnathઉનાઃ સગીરાને ચોકલેટ આપવાના બહાને નરાધમે દુષ્કર્મ કર્યું, પોલીસે 7 દિવસમાં જ...

ઉનાઃ સગીરાને ચોકલેટ આપવાના બહાને નરાધમે દુષ્કર્મ કર્યું, પોલીસે 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી

- Advertisement -

નવજીવન ન્યૂઝ. ગીરસોમનાથઃ ગીરસોમનાથ (Gir Somnath) જિલ્લાના ઉના(Una News ) તાલુકાના એક ગામમાં રહેતા વ્યક્તિની હેવાનીયત સામે આવતા ગણતરીના કલાકોમાં જ પોલીસે ધરપકડ કરીને 7 દિવસમાં જ ચાર્જશીટ રજૂ કરી છે. નરાધમે 5 વર્ષની સગીર દીકરીને ચોકલેટ આપવાના બહાને લઈ જઈ હોઠ પર બચકુ ભરીને અડપલાં કર્યાં હતા. જોકે પોલીસ તપાસમાં સગીરા જોડે દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર, ઉના તાલુકામાં 5 વર્ષીય સગીરા મંદિર પાસે રમતી હતી, તે દરમિયાન આરોપી કાળુ ભાલીયાએ બાળકીને ચોકલેટ આપવાના બહાને લઈ જઈને બાળકીના હોઠ પર બચકુ ભરી અડપલા પણ કર્યા હતા. જોકે બાળકીને ઈજાઓ થતાં તેને સારવાર અર્થે ઉનાની સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.

- Advertisement -

સમગ્ર બનાવ અંગે બાળકીના કાકાએ પોલીસને જાણ કરતાં પોલીસે આરોપી વિરુદ્ધ કલમ-354(ક), 323, તથા જાતીય ગુન્હાઓ સાથે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-2012ની કલમ-10 મુજબ ફરિયાદ નોંધી હતી. બાળકીના કાકાએ નોંધાવેલી ફરિયાદના આધારે આરોપી કાળુ ભાલીયાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી. આરોપીની મેડિકલ તપાસ કરવામાં આવતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ પણ કર્યું હોવાનો ખુલાસો થતાં પોલીસે ફરિયાદમાં IPC 376 એ-બી, જાતીય ગુન્હાઓ સાથે બાળકોને રક્ષણ આપતા અધિનિયમ-2012ની કલમ-6નો ઉમેરો કર્યો હતો. પોલીસે પુરતા સાંયોગિક અને મેડીકલ પુરાવાઓ મેળવી સ્પેશ્યલ પોક્સો કોર્ટમાં 7 દિવસમાં જ આરોપી વિરૂદ્ધ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular