નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના માતા હીરાબાની તબીયત ખરાબ થતાં અમદાવાદ(Ahmedabad News)ની યુ. એન. મહેતા હોસ્પિટલ(UN Mehta Hospital)માં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. હીરાબાની નાદુરસ્ત તબિયતને કારણે મંગળવારે રાત્રે યુ. એન. મહેતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જોકે આ સમાચાર વહેતા થતાં જ ભાજપના ધારાસભ્યો અને અનેક અધિકારી હાલ હોસ્પિટલ પહોંચી ગયા હોવાની જાણકારી સામે આવી છે. PM મોદીની માતાને હોસ્પિટલમાં લઈજવામાં આવતા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા, દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન સહિત CMના ચીફ સેક્રેટરી કે. કૈલાશનાથન પણ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે.

યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. પીએમ મોદીની માતાની તબીયત સુધારા પર હોવાની જાણકારી સામે આવી છે. હીરાબાના બ્લડ રિપોર્ટ સહિતના અલગ-અલગ રિપોર્ટ કરવામાં આવ્યા છે. PM મોદીની માતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા CM ભુપેન્દ્ર પટેલ પણ ગાંધીનગરથી રવાાના થઈ ગયા છે. થોડી જ વારમાં તેમણે પણ યુ.એન. મહેતા હોસ્પિટલ પહોંંચશે. જ્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પણ હોસ્પિટલ આવી પહોંચ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ હોસ્પિટલ પહોંચી ગયા છે. માતાની તબીયતને લઈને PM મોદીને જાણકારી આપી દેવામાં આવી છે. જોકે નરેન્દ્ર મોદી બપોરે 2 વાગ્યાની આસપાસ માતાની ખબરઅંતર પૂછવા માટે ગુજરાત પહોંચશે. યુ.એન. મહેતા હોસ્પિટલની બહાર પોલીસ પણ એકશનમાં આવી ગઈ છે. હોસ્પિટલમાં વીઆઈપી મુમેન્ટ વધતા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત લગાવી દેવામાં આવ્યો છે. સાથે જ પીએમ મોદીના આગમનના કારણે પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવી રહ્યું છે.
View this post on Instagram
Tag હીરાબા હોસ્પિટલમાં દાખલ | PM Modi’s Mother Hiraba | Hiraba Admitted To UN Hospital
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








