Saturday, June 3, 2023
HomeGujaratVadodaraવડોદરાઃ 'એક કા ડબ્બલ'ની સ્કીમ આપી કરોડોની ઠગાઈ કરનારો આરોપી 15 વર્ષે...

વડોદરાઃ ‘એક કા ડબ્બલ’ની સ્કીમ આપી કરોડોની ઠગાઈ કરનારો આરોપી 15 વર્ષે ઝડપાયો

- Advertisement -

નવજીવન ન્યૂઝ. વડોદરાઃ ત્રણ મહિનામાં પૈસા ડબ્બલ કરી આપવાની લાલચ આપીને લોકો સાથે ઠગાઈ કરનારા આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે (Vadodara Crime Branch) ઝડપી પાડ્યો છે. આ આરોપી પૈસા ડબલ કરવાની લાલચ આપીને 10 કરોડ જેટલી રકમનો ચૂનો લગાવીને છેલ્લા કેટલાક વર્ષોથી ફરાર થઈ ગયો હતો. આરોપીને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે રેડ કોર્નર નોટીસના આધારે મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) થી દબોચ્યો છે.

પ્રાપ્ત વિગત અનુસાર, આરોપી કલરવ પટેલે વર્ષ 2005માં વડોદરાના અલકાપુરી વિસ્તારમાં વાઈઝ એડવાઈઝ નામની ફાયનાન્સ કંપની શરૂ કરી હતી. આ દરમિયાન એકના ડબલ પૈસા કરી આપવાની લાલચ આપીને સગા-સંબંધી અને મિત્રો જોડે રોકાણ કરાવી ફસાવ્યા હતા. જોકે આરોપીએ એકવાર ડબલ પૈસા ચૂકવ્યા પણ હતા, ત્યારબાદ વર્ષ 2006માં કંપનીનું નામ બદલીને સ્માર્ટ કેશ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન રાખ્યું હતું. ત્યારબાદ દિવાળી સ્પેશ્યલ સ્કીમ કાઢીને ત્રણ મહિનામાં પૈસા ડબલની સ્કીમ સાથે 25% બોનસ આપવાનું જણાવ્યું હતું. આ સ્કીમમાં પહેલા હપ્તાના રૂપિયા લોકોને ચૂકવી દીધા હતા. પરંતુ બીજા હપ્તા, વિન્ટર પ્લાન, જનરલ સ્કીમ,રીકરીંગ સ્કીમ, પેન્શન પ્લાનના 1500થી વધુ સભાસદોના અંદાજીત 10 કરોડ ઉઘરાવ્યા બાદ વડોદરામાંથી ફરાર થઈ ગયો હતો.

- Advertisement -

કલરવ પટેલે રોકાણકારોને મેસેજ કર્યો હતો કે તેને પોલીસે પકડી લીધો છે અને તેને દિલ્હી લઈ જાય છે, મેટર સિરિયસ છે, તમારી કાળજી રાખજો. ત્યારબાદ કલરવ પટેલ ફરાર થઈ જતાં વર્ષ ૨૦૧૭માં ડીસીબી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો. આરોપીએ 1500થી વધુ સભાસદોને ચૂનો ચોપડીને કલરવ પટેલ તાન્ઝાનિયા ભાગી ગયો હતો. પોલીસએ આરોપીને ઝડપી પાડવા રેડ કોર્નર નોટિસ તેમજ લૂક આઉટ નોટિસ ઇશ્યૂ કરી હતી. આ દરમિયાન પોલીસને જાણકારી મળી હતી કે આરોપી તાન્ઝાનિયાથી મુંબઈ એરપોર્ટ પર આવી રહ્યો છે. માહિતીના આધારે મુંબઈ એરપોર્ટના ઈમિગ્રેશન અધિકારીઓ સાથે સંકલનમાં રહી રેડ કોર્નર નોટિસ આધારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો.

Tag : Vadodara Crime Branch, Ek Ka Double Scheme, Gujarati

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular