Tuesday, May 26, 2026
HomeGujaratAhmedabadતૈયાર રહો ! ગુજરાતમાં 7 ભરતી પરીક્ષા માત્ર 2 મહિનાના સમયમાં: GPSCની...

તૈયાર રહો ! ગુજરાતમાં 7 ભરતી પરીક્ષા માત્ર 2 મહિનાના સમયમાં: GPSCની જાહેરાત

- Advertisement -

વજીવન ન્યૂઝ. અમદાવાદ: સરકારી નોકરી (Government Jobs) માટે રાજ્યના યુવાનો રાહ જોઈ બેઠા છે. ત્યારે ગુજરાત રાજ્ય સરકારના વિભાગોમાં નોકરીઓની રાહમાં બેઠેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળ (GPSC) દ્વારા આગામી વર્ષ 2023માં યોજાનારી પરીક્ષાનું કેલેન્ડર જાહેર કરી દેવામાં આવ્યું છે. જેમાં સાત પરીક્ષા માત્ર બે મહિનાના સમયગાળામાં જ યોજવામાં આવશે.

નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાની રાહમાં રહેલા ઉમેદવારો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્ય સરકારના ગુજરાત જાહેર સેવા પસંદગી મંડળે વર્ષ 2023 માટે પરીક્ષાઓનું કેલેન્ડ જાહેરાત કરી દીધી છે. GPSC ના જાહેર થયેલા કેલેન્ડર મુજબ તારીખ 8 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી વચ્ચે વિવિધ પદો માટે પ્રાથમિક પરીક્ષા લેવામાં આવશે.

- Advertisement -

મળતી વિગતો મુજબ, GPSC સાત પરીક્ષા માત્ર 2 મહિનાના ટૂંકાગાળાના સમયમાં જ લેવાનું કેલેન્ડર બનાવી ચૂક્યું છે. જેમાં સાત પ્રિલીમ એક્ઝામ લઈ નોકરી માટે થનગનતા યુવાનોની ભરતી કરવાની પ્રક્રિયા કરશે. આ ભરતી માટેની પ્રવેશ પરીક્ષામાં કાયદા અધિકારી, ક્યૂરેટર, ગુજરાતી ઈજનેરી સેવા, હિસાબી અધિકારી તેમજ આચાર્ય વર્ગ 2ની પણ પરીક્ષા સામેલ છે. ટૂંકમા જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં નોકરી વાંચ્છુકોને સાત ભરતી પરીક્ષા આપવાનો મોકો મળશે.

સાથે જ માહિતી મળી રહી છે કે, વર્ગ 1 અને વર્ગ 2ની ભરતી માટેની પરીક્ષા 8 જાન્યુઆરી 2023 નો રોજ યોજવામાં આવશે. તેમજ કાયદા અધિકારી અને ક્યૂરેટરની પરીક્ષા 22 જાન્યુઆરી 2023ના રોજ યોજવામાં આવશે. જ્યારે ગુજરાતી ઈજનેરી સેવા માટે 22 જાન્યુઆરીના રોજ પરીક્ષા યોજવામાં આવશે તેમજ આચાર્ય વર્ગ 2, હિસાબી અધિકારીની કસોટી 5 ફેબ્રુઆરીના દિવસે નિયત કરવામાં આવી છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular