નવજીવન ન્યૂઝ. રાજકોટઃ ડાયરામાં રાણો રાણાની રીતે કહી પ્રખ્યાત થયેલા કલાકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ (Rajkot Police) દ્વારા દેવાયત ખવડ અને તેના મળતીયાઓ સામે આઈપીસીની કલમ 120 ( બી )નો ફરિયાદમાં ઉમેરો કરવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ(Devayat Khavad) કાવતરું રચીને ફરીયાદી મયુરસિંહને મારવા ગયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસને જણાવ્યા અનુસાર આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવ્યા બાદ મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.
શું હતો સમગ્ર મામલો ?

લોકસાહિત્યકાર દેવાયત ખવડે મયુરસિંહ રાણાને સાતમી ડિસેમ્બરના રોજ મયુરસિંહ ઓફિસથી ઘરે જઈ રહ્યો દરમિયાન માર માર્યો હતો. જેમાં કથિત રીતે આરોપી દેવાયત ખવડે પોતાના મળતીયા સાથે રાખી યુવક મુયરસિંહને માર માર્યો હતો. મયુરસિંહ નામના વ્યક્તિને જાહેરમાં ધોકા પાઈપ વડે માર મારવામાં આવતા હોવાના CCTV પણ સામે આવ્યા હતા. આ હુમલામાં મયુરસિંહને હાથ અને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત મયુરસિંહે દેવાયત ખવડ પર ગંભીર આરોપ લગાવ્યો હતો. હુમલા અંગેની જાણ પોલીસને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ હુમલા બાદ દેવાયત ખવડ ભુગર્ભમાં ઉતરી ગયો હતો. પોલીસને આરોપીની ભાળ ન મળતા ફરિયાદી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જોકે અચાનક જ દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈ ગયો હતો. ત્યારબાદ દેવાયત સહિત ત્રણ વ્યક્તિને ક્રાઈમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો હતો.
કાવતરાની કલમનો થયો ઉમેરો
એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જે મામલે પોલીસે રિમાન્ડની માગણી કરતા કોર્ટે ત્રણ દિવસની રિમાન્ડ મંજૂર કરી હતી. બાદમાં ત્રણેય આરોપીઓને જેલ હવાલે કરવાનો આદેશ કર્યો તો. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી પુરાવા અકત્રિત કરતા ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં પોલીસે હાથ દેવાયતે કાવતરું રચ્યા હોવાના પુરાવા લાગ્યા હતા. જેના કારણે પોલીસે કાવતરાની કમલ આઈપીસી 120(બી)નો ઉમેરો કરવામાં આવ્યો છે.
દેવાયતે રેકી કરી હોવાના સીસીટીવી મળ્યા
એ ડિવિઝન પોલીસે કાવતરાની કલમ ઉમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં દેવાયત ખવડ અને તેના મળતીયાઓએ કાવતરું રચીને મયુરસિંહ પર હુમલો કર્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસને તપાસ દરમિયાન ફરિયાદી મયુરસિંહની ઓફિસ પાસેથી આરોપીઓ દ્વારા રેકી કરી હોવાના CCTV ફૂટેજ મળ્યા છે. આરોપીઓ દ્વારા રેકી કરવામાં આવ્યા બાદ મયુરસિંહ રાણા ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








