નવજીવન ન્યૂઝ. અમદાવાદ: દર વખતે ખાતરની અછતને લઈને સમાચારો સામે આવતા હોય છે. ત્યારે આ વખતે પણ ખાતરની અછતને લઈને બૂમો સંભળાઈ રહી છે. ચોમાસા બાદ પુરજોશમાં ખેડૂતોએ શિયાળું પાકને લઈને વાવણી કરી છે. ખાતર કેટલીક જગ્યાએ ના હોવાના બોર્ડ પણ દુકાનોની બહાર લાગેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકારે ખાતરને લઈને મોટો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ છે. કૃષિ નિયામકે ખાતરની અછતને લઈને ફરતા થયેલા અહેવાલને ફગાવ્યા છે. 7.5 લાખ આસપાસ જેટલા મેટ્રીક ટનની સામે 8.71 લાખ મેટ્રીક ટન જથ્થો મેળવી શક્યા છીએ. આ જથ્થો આવતો જ રહ્યો છે. જરૂરીયાત મુજબ ખાતર ખેડૂતો વાપરે અને તેનો ઉપયોગ કરે તેમ તેમણે કહ્યું હતું. ત્યારે આગામી સમયમાં વધુ જથ્થો ખાતરને લઈને મળશે તેવી પણ વાત સામે આવી છે.
ખેડૂતો માટે ખેતીને લઈને કોઈને કોઈ મુશ્કેલીઓ આવતી હોય છે તેમાં પણ ખાસ કરીને ખેડૂતો અત્યારે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદનો સામનો કરી રહ્યા છે ત્યારે યુરીયા ખાતરને લઈને પણ ક્યાંયક પુરતો જથ્થો હાલ ના આવે ત્યાં સુધી મુશ્કેલી પડી રહી હોવાના અહેવાલો મળ્યા હતા પરંતુ સરકારે આ વાતા ફગાવી દીધી છે. અગાઉ પણ આ સમસ્યા સર્જાઈ હતી.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં યુરિયા ખાતરની અછતના હોવાનું સામે આવ્યું હતું ત્યારે અમીરગઢ તાલુકો ખેતી પર નિર્ભર છે. હાલમાં યુરિયા ખાતરની અછતના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલમાં ખેડૂતો શિયાળુ પાકની વાવણી કરી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં વધુ ખાતરના જથ્થાની જરુર પડશે. કેન્દ્ર સરકારને ડિસેમ્બર મહિનામાં કુલ 2.71 લાખ ટન યુરિયા ખાતર મળવાનું છે અને કેન્દ્રએ રવિ સિઝન માટે ગુજરાત માટે કુલ 12.50 લાખ ટન યુરિયા ખાતર મંજૂર કર્યું છે. આ સિવાય સરકારે કહ્યું કે કંપનીઓ દરરોજ 5થી 10 હજાર મેટ્રિક ટન સપ્લાય કરી રહી છે. બીજ તરફ યુરિયા ખાતરના કારણે ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે જેથી વધુ જથ્થો આગામી સમયમાં યુરીયા ખાતરને લઈને જરૂર પડશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








