Sunday, April 19, 2026
HomeGujaratAhmedabadઅમદાવાદમાં 20 હજારની સોપારી આપી દુશ્મનાવટ પુરી કરી, વાંચો શું હતી દુશ્મની

અમદાવાદમાં 20 હજારની સોપારી આપી દુશ્મનાવટ પુરી કરી, વાંચો શું હતી દુશ્મની

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદમાં જે પ્રકારે હત્યા અને હત્યાના પ્રયાસોની ઘટના સામે આવી રહી છે તે જોતા શહેરમાં કાયદો અને વ્યવસ્થા પર અનેક સવાલો ઊભા કરી રહી છે. ત્યારે અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં બે દિવસ અગાઉ સવારના સમયે જાહેર રોડ પર પસાર થઈ રહેલા યુવાનને બે અજાણ્યા લોકોએ પાછળથી આવીને છરીના ધા મારી દીધા હતા. લોહીથી લથપથ યુવાનને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગત અનુસાર, બહેરામપુરાના રસુલ કડીયાની નવી ચાલીમાં રહેતા ભીખીબેન સોંલકીના 33 વર્ષીય પુત્ર રોનક સોંલકી રાબેતા મુજબ નોકરી પર જવા માટે ટિફિન લઈ ઘરેથી નિકળ્યો હતો. માતાને અંદાજ પણ ન હતો કે જે પુત્રને વ્હાલથી ટિફિન બનાવીને આપ્યું હતું તે પુત્ર ઘરે જીવીત પરત નહીં ફરે. ભીખીબેન ઘરકામ કરી રહ્યા હતા તે દરમિયાન એક વ્યક્તિએ તેમને માહિતી આપી હતી કે, તમારા રોનકને જમાલપુર રોડ પર હુમલાનો શિકાર બન્યો છે અને તેની હાલત ગંભીર છે. આ સમાચાર સાંભળતા જ માતા અને બહેનના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ગંભીર રીતે ઘવાયેલા યુવાને સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

- Advertisement -

હત્યાની આ ઘટના મામલાના બહેરામપુરામાં જાહેર રોડ પર થયેલી હત્યાના કથિત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં રોનકને પાછળથી આરોપી છરીના ઘા મારતા દેખાય છે. સમગ્ર બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશને નોંધ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. ઉપરાંત સીસીટીવીમાં દેખાતા વ્યક્તિની ધરપકડ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સપેક્ટર બી.એસ. સુથારની ટીમના પોલીસ સબ ઈન્સપેક્ટર એ.કે.પઠાણ તેમજ ધરમરાજ કુશવાહ, અમરસિંગ ગુજર અને અશ્વીન પરમારની ટીમે આરોપીને બહેરામપુરાના ઉંટવાળી ચાલી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આરોપી અશ્વિન અને મૃતક રોનક પાડોશમાં જ રહે છે. ત્રણ મહિના અગાઉ બંનેનો ઝધડો થયો હતો. તે દરમિયાન મૃતક રોનકે અશ્વિનને ગળા અને કાનના ભાગે બ્લેડથી ઈજાઓ કરી હતી. જે વાતની અદાવાત રાખીને અશ્વિને તેના મિત્ર ધરમરાજ અને અમરસિંગને 20 હાજરમાં રોનકની સોપારી આપી હતી. આરોપીએ પોલીસ સમક્ષ કબુલાત કરતા કહ્યું હતું કે, સોપારી લઈ ધરમરાજ અને અમરસિંગે રોનક પર વોચ રાખીને તેનો પીછો કરી ધરમરાજે છરા વડે પીઠના ભાગે હુમલો કર્યો હતો.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

- Advertisement -
  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular