નવજીવન ન્યૂઝ. ભોપાલ: મધ્યપ્રદેશમાંથી એક અચરજ પમાડે તેવી કુદરતી ઘટના સામે આવી છે. જેમાં એક બાળકીનો ચાર પગ સાથે જન્મ થયાની માહિતી સામે આવી રહી છે. બાળકીના ચાર પગ હોવાની જાણ ખતા જ હોસ્પિટલમાં બાળકીના સબંધીઓ ચિંતાતૂર બની ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ લોકો પણ આશ્ચર્ય સાથે બાળકીને જોવા માટે હોસ્પિટલ પહોંચવા લાગ્યા હતા. હાલ તબીબો દ્વારા બાળકી માટે સારવાર અને સર્જરી કરી વધુ બે પગને દૂર કરવા મામલે તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલ મળી રહ્યા છે.
મધ્યપ્રદેશના ગ્વાલિયરની કમલરાજા હોસ્પિટલમાં ચાર પગ સાથેની બાળકીનો જન્મ થયાની ઘટના સામે આવી છે. બાળકીના ચાર પગ હોવાની વાત ફેલાતા લોકો પણ અચરજ પામી રહ્યાં છે. મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે, ગુરૂવારની મોડી રાત્રીના સમયે આરતી કુશવાહા નામની માતાએ એક બાળકીને જન્મ આપ્યો છે. જે બાળકી ચાર પગ સાથેની જન્મ લેતા પરિવારમાં પણ ચિંતા જોવા મળી રહી છે. પરંતુ કેટલાક લોકો આ ઘટનાને ચમત્કાર અને ઈશ્વરની દેન માની રહ્યા છે.
ત્યારે ડોક્ટર્સની ટીમ આ બાળકીને સામાન્ય રીતે જીવન પસાર કરે માટે સર્જરી તરફ લઈ જવા વિચારણા કરી રહ્યાં છે. મીડિયાના અહેવાલ મુજબ, ડોકટર્સ બાળકીના ટેસ્ટ કરી રહ્યાં છે, જો બાળકી સ્વસ્થ જણાય તો તેના વધારાના બે પગની તપાસ કરી તેને હટાવવા માટે સર્જરી કરશે. ટૂંકમાં ડોક્ટર્સ દ્વારા જો સર્જરી સફળ પાર પાડવામાં આવે તો બાળકીના વધારાના બે પગ દૂર થશે અને બાળકી સામાન્ય બાળક જેવી થઈ જશે.
માહિતી મળી રહી છે કે, સમગ્ર દેશમાં માત્ર ચાર બાળકો આ પ્રકારના છે જેમાં મધ્યપ્રદેશનો આ પહેલો કિસ્સો છે. તેમજ બાળકીના બે પગ ઉપરાંત હિપના ઉપરના ભાગે તેનું હાડકું પણ જોડાયેલું છે. માટે સર્જરી કરવી પણ મુશ્કેલ રહી શકે છે પરંતુ સર્જરી કરવી શક્ય છે. સાથે જ માહિતી મળી રહી છે કે, તબીબી જગતમાં આ પ્રકારના કેસ ‘ઈશીઓપેગસ’ નામથી ઓળખવામાં આવે છે. માનવામાં આવે છે કે, એક લાખ બાળકમાંથી એક કિસ્સામાં વધારાના અંગ સાથેના બાળક જોવા મળે છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








