નવજીવન. નવી દિલ્હીઃ આર્મી ચીફ જનરલ એમએમ નરવાનેએ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ તરીકેનો હવાલો સંભાળ્યો છે જેમાં ત્રણ સર્વિસ ચીફનો સમાવેશ થાય છે. ૮ ડિસેમ્બરે આઈએએફ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતના મૃત્યુ બાદ આ પદ ખાલી પડ્યું હતું.
જનરલ નારાવનેને સમિતિના અધ્યક્ષ તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે કારણ કે તેઓ ત્રણ સેવા વડાઓમાં સૌથી વરિષ્ઠ છે, તેવુ સુત્રોએ જણાવ્યું હતું. આઈએએફના ચીફ એર ચીફ માર્શલ વી આર ચૌધરી અને નેવી ચીફ એડમિરલ આર હરિ કુમારે ૩૦ સપ્ટેમ્બર અને ૩૦ નવેમ્બરે પોતપોતાના હોદ્દા સંભાળ્યા હતા.
ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)નું પદ રચતા પહેલા, ત્રણ સેવા વડાઓમાં સૌથી વરિષ્ઠ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટીના અધ્યક્ષ હતા. ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (સીઓએસસી)એ મંગળવારે બેઠક કરી હતી અને જનરલ રાવત, તેમની પત્ની મધુલિકા અને સશસ્ત્ર દળોના 11 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો હતો. આ દુર્ઘટનામાં બચી ગયેલા એકમાત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહે બુધવારે બેંગલુરુની લશ્કરી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









