નવજીવન. સુરત: સુરતમાં ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી ગુનાખોરોને જાણે પોલીસનો કોઇ ભય રહ્યો જ ન હોય તે રીતે ગુનો આચરી રહ્યા છે. ત્યારે ગઈકાલે સુરતમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં માથાભારે વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. પોલીસને બનાવની જાણ થતાં ઘટના સ્થળે આવી પહોંચી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારના સ્નેહમુદ્રા પોપડા પાસે પાર્કિંગમાં દિલીપ ચાવડા બેઠો હતો. ત્યારે 7 થી 8 જેટલા ઈસમો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેના પર તલવાર અને ચપ્પુ વડે તૂટી પડ્યા હતા અને મોતને ઘાટ ઉતારી દીધો હતો. મોડી રાત્રે બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાનો બનાવ બનતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દિલીપ ચાવડાને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈને કાપોદ્રા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માહિતી અનુસાર, મૂળ તળાજા ભાવનગરનો રહેવાસી દિલીપ ઉર્ફે દીપકને ચાર ભાઈ, એકની એક બહેન અને માતા-પિતા સાથે રહે છે. ગઇકાલે પાર્કિંગમાં બેઠો હતો ત્યારે પાર્કિંગમાં મગજમારી ચાલી રહી હતી. દિલીપએ મગજમારી નહીં કરવા અને ગાળો નહીં બોલવા સમજાવ્યું હતું.
હત્યાના બનાવ અંગે એસીપી સી.કે. પટેલે જણાવ્યું હતું કે રાત્રીના સમયે દિલીપ ચાવડાની રઘુ હકા ભરવાડ અને તેના સાથે આવેલા 7 જેટલા ઈસમોએ તલવાર અને ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી હતી. દિલીપ નામચીન ગુનેગાર હતો. હત્યા કરનારા તમામ લોકોની ઓળખ થઇ ગયી છે. ઘટના સ્થળે જઈને એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી છે. આ બનાવમાં પોલીસે તમામ આરોપીને પકડવા કાર્યવાહી હાથ ઘરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.