પ્રશાંત દયાળ (ભાગઃ58 દીવાલ) : અમદાવાદ બ્લાસ્ટ કેસ Ahmedabad Blast Caseમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ Ahmedabad Crime Branch પાસે ખુબ ઓછા વીટનેસ હતા, જેઓ બ્લાસ્ટ પહેલા આરોપીઓને એક અથવા બીજા કારણે મળ્યા હતા અને તેમને કોર્ટમાં ઓળખી બતાવી શકે તેમ હતા. યાકુબનગર YakubNagar માં પોતાનું ઘર આપનાર ફિરોજચાચાને ક્રાઈમ બ્રાન્ચે બોલાવ્યા ત્યારે તેમણે આવી કહ્યું સાહબ હવે થોડીક જીંદગી બચી છે, મને ખબર છે હું આ કેસનો સાક્ષી થઈશ એટલે મારી કોમના લોકો જ મને ગાળો આપશે અને કાફરો સાથે મળી ગયો તેવો આરોપ પણ મુકશે. મેં 2002ના તોફાનમાં મારૂ સર્વસ્વ ગુમાવ્યું છે, હવે મારી પાસે ગુમાવવા જેવું કઈ રહ્યું નથી. શરૂઆતના દિવસોમાં મને વિચાર આવતો હતો જેણે મારો દિકરો છીનવી લીધો તેમની છાતીમાં ગોળી મારી દઉ, પણ અલ્લાહનો ડર લાગ્યો, એટલે પાછો પડયો… પછી શ્વાસ લેતા કહ્યું જેમણે બ્લાસ્ટ blast કર્યા છે તેમને પણ અલ્લાહ માફ કરશે નહીં, પછી ચહેરા ઉપર એકદમ ગુસ્સો ઉભરી આવ્યો અને કહ્યું નિદોર્ષોને મારનારને મુસ્લમાન કહેતા પણ મને શરમ આવે છે.
સાહેબ પેલા નસીરૂદ્દીનને તમે છોડતા નહીં, તેને તો હું અલ્લાહનો માણસ સમજતો હતો, પણ તે તો શૈતાન નિકળ્યો, બીજાનો લોહી વહેવડાનારને ક્યારેય માફ કરી શકાય નહીં, કોર્ટ Court માં પણ હું જુબાની આપવા આવીશ, આ બધાને ફાંસી થાય તેવું કઈક કરજો સાહેબ, જાડેજા Jadeja માની શકતા ન્હોતા કે ફિરોજ ચાચા આ પ્રકારનો માણસ હશે, જાડેજાએ તેમનું નિવેદન statement નોંધ્યુ અને પહેલા તેમણે જે વાતો કરી હતી તે બધી વાતો તેમણે સાક્ષી નિવેદનમાં નોંધાવી હતી. ફિરોજ ચાચા જેવા કેટલાક બીજા સાક્ષીઓ પણ હતા, તેમણે કોર્ટમાં પણ ઓળખ પરેડ દરમિયાન મહંમદ-યુનુસ muhammad yunus, દાનીશ-ચાંદ danish chand, તેમજ રીયાઝ riyaz અને અબુ abuને ઓળખી બતાડયા હતા. કેસને મજબુત કરવા માટે સાંયોગીક પુરાવા સાથે સાક્ષીઓની પણ એટલી જ જરૂર હતી.
પણ પરવેઝ parvez અને યુસુફ yusuf સાક્ષી થવા તૈયાર ન્હોતા, જ્યારે જાડેજા jadejaએ ડીસીપી સિન્હાને જઈ કહ્યું કે તેઓ સાક્ષી થવા તૈયાર નથી ત્યારે તેમનો ગુસ્સો સાતમાં આસમાન ઉપર પહોંચી ગયો હતો, તે બંન્નેને ડીસીપી dcpની ચેમ્બરમાં બોલાવ્યા અને ડીસીપી સિન્હાએ તેમને લાકડીએ લાકડીએ ફટકારતા કહ્યું તમે અમારી ભલમનસાઈનો લાભ લઈ રહ્યા છો, તમારી સાથે સારી રીતે વાત કરી, તમને પ્રેમથી રાખ્યા અને તમારી સંભાળ લીધી તેનો આ બદલો આપો છો. યુસુફ yusuf અને પરવેઝ parvez રડવા લાગ્યા તેમણે હાથ જોડી કહ્યું સાહેબ વિનંતી છે, અમે જે જાણતા હતા તે બધુ તમને કહી દીધુ, પણ હવે કાગળ ઉપર અમને આ ઘટનાથી દુર રાખો, પણ સિન્હા sinha હવે તેમની સાક્ષી બનાવવા માટે જીદ્દ લઈ બેઠા હતા. એક તબ્બકે તો જાડેજા jadejaને પણ અંદરથી એવું લાગી રહ્યું હતું કે બે સાક્ષી ઓછા હોય તો શું ફેર પડવાનો છે, પણ સિન્હાનું માનવુ હતું કે બ્લાસ્ટ કેસમાં બે મહત્વની કડીઓ એટલે બ્લાસ્ટ blastના કરતા પહેલા ઉપયોગમાં લેવામાં આવેલા સીમકાર્ડ simcard અને બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવેલી સાયકલો cycles છે. જો પરવેઝ અને યુસુફ સાક્ષી થઈ જાય તો તેમને કેસ સજ્જડ થઈ જશે નહીંતર બચાવ પક્ષના વકિલો આ ખુટતી કડીઓનો ઉપયોગ કરી આરોપીઓને છોડાવી જશે. સિન્હા sinhaએ આ વાત જાડેજાને સમજાવી દીધી હતી, પણ તે પરવેઝ અને યસુફને તેમનું સાક્ષી થવુ કેસ માટે કેટલુ જરૂરી છે તે સમજાવી શકતા ન્હોતા.
સિન્હા માનતા હતા કે પરવેઝ parvezની માઁ અને યુસુફ yusufના પિતાને ક્રાઈમ બ્રાન્ચ crime branch બોલાવી લેવામાં આવે અને તે પોતાના દિકરાઓને સાક્ષી થવા માટે રાજી કરે તો કામ થઈ જાય તેમણે તે પણ પ્રયત્ન કર્યો પણ પરવેઝની માતા mother અને યુસુફના પિતા fatherને જ્યારે ખબર પડી તે તેમના દિકરાને ક્રાઈમ બ્રાન્ચ સાક્ષી બનાવી રહી છે, ત્યારે તેમણે જાડેજા jadeja ને હાથ જોડી કહ્યું સાહેબ અમારા દિકરાઓ સાક્ષીwitness થશે તો અમારૂ જીવવુ હરામ થઈ જશે. તમને ખબર નથી કે અમારી કોમના લોકો કેવા પ્રકારના છે, સિન્હાને બહુ આશ્ચર્ય થઈ રહ્યું હતું. તેનો અર્થ તે એવો કાઢી રહ્યા હતા કે બ્લાસ્ટ કરનારને અમદાવાદ ahmedabadમાંથી કોઈ મદદ કરવા તૈયાર થયું ન્હોતુ, તો પણ મુસ્લિમોનો મોટો વર્ગ એવું માની રહ્યું હતો કે 2002ના તોફાનનો બદલો લેવા માટે બ્લાસ્ટ blast થયા છે તે બરાબર હતા. સિન્હાને બહુ માઠું લાગી રહ્યું હતું અને ગુસ્સો પણ આવી રહ્યો હતો. સિન્હાનું મન હવે તે જે કરવા જઈ રહ્યા હતા તે કરવાની ના પાડી રહ્યું હતું. તેમણે પરવેઝ અને યુસુફને કહ્યું હું તમને આખરી વખત ચેતવણી આપુ છું, તમે સાક્ષી થઈ જાવ નહીંતર મારે જે નથી કરવું તે તમે મારી પાસે કરાવશો. યુસુફે હાથ જોડી કહ્યું સાહેબ sir અમારી તકલીફ છે કે અમે મુસ્લિમ છી, જો અમે હિન્દુ હોત તો એક જ મિનિટમાં સાક્ષી થઈ ગયા હોત અને તમે કહેતા ત્યાં સહી કરી દેતા પણ અમે મુસ્લિમ છીએ અને મુસ્લિમ વિસ્તારમાં રહીએ છીએ, તમે અમારી સ્થિતિ તો સમજો… સિન્હા sinha તેમની સામે જોઈ રહ્યા અને એકદમ ઊભા થતાં તેમણે જાડેજાને આદેશ આપ્યો જાડેજા પરવેઝ અને યુસુફને આરોપી બનાવી દો, તેમની એરેસ્ટ આજે જ બતાડી દો… જાડેજા jadeja સ્તબ્ધ થઈ ગયા કઈ બોલી શકયા નહીં અને પોતાની જગ્યા ઉપરથી હલ્યા પણ નહીં, તેમને અંદાજ હતો કે સિન્હા સાહેબ આરોપી બનાવવાનો ડર બતાડશે પણ તેવું કરશે નહીં. જાડેજાને સ્થિર ઊભા રહેલા જોઈ સિન્હાએ ઊંચા અવાજમાં કહ્યું જાડેજા મેં તમને કઈક કહ્યું, તમે સાંભળ્યું કે નહીં આ બંન્નેની એરેસ્ટ arrest અત્યારે જ બતાડો અને તેમને સાંજે કોર્ટ court માં રજુ કરી તેમના રીમાન્ડ પણ માંગો.
સિન્હાનો આદેશ સાંભળતા યુસુફ અને પરવેઝ પોક મુકી રડવા લાગ્યા, તેઓ જાડેજા jadeja સાહેબ સામે જોઈ કહેવા લાગ્યા, ડીસીપી dcp સાહેબને તમે તો કઈક કહો, સાહેબ અમારી જીંદગી બરબાદ થઈ જશે, અમારે બ્લાસ્ટ blast સાથે કોઈ નીસ્બત નથી. સિન્હાને તેમનું આક્રંદ ધ્રુજાવી રહ્યું હતું, એટલે તેમણે તેમની સામે જોવાને બદલે બારીમાં જઈ બારીની બહાર વાંસના ઊંચા વૃક્ષો તરફ જોવા લાગ્યા હજી યુસુફ અને પરવેઝ આજીજી કરી રહ્યા હતા. સિન્હા sinha તેમનું રડવુ અને તેમની વિનંતી સાંભળવા માગતા ન્હોતા. તેમણે પાછળ જોયા વગર જાડેજા jadeja ને કહ્યું જાડેજા તમે તેમને અહીંથી બહાર લઈ જાવ અને તમારૂ કામ શરૂ કરો. જાડેજા તેમને હાથ પકડી તેમને ચેમ્બર chamber માંથી બહાર લઈ જવા લાગ્યા, ત્યારે સાહેબ અમારી વાત તો સાંભળોની આજીજી ચાલુ હતી ધીરે ધીરે તેમને રડવાનો અવાજ દુર જવા લાગ્યો અને ત્યાર પછી ચેમ્બરમાં નિરવ શાંતિ છવાઈ ગઈ. પહેલી વખત સિન્હા sinha ને પોતાની ચેમ્બરની શાંતિ ખટકી રહી હતી, તેમને પોતાને પણ લાગી રહ્યું હતું કે આ ચેમ્બર છોડી તેઓ પણ જતા રહે, તે પોતાની ખુરશીમાં આવી બેઠા, તેમણે ટેબલ table ઉપર પડેલા સીગરેટ cigarette ના પેકેટમાંથી સીગરેટ કાઢી, પણ તે સળગાવ્યા વગર પોતાના જમણાની બે આંગળી વચ્ચે પકડી રાખી, તેમનું મન તેમને ડંખી રહ્યું હતું, તેમણે પોતાની નોકરી job દરમિયાન ખોટું કર્યું ન્હોતું તેવું ન્હોતું ક્યારેય ઈચ્છાથી તો કયારેક સાહેબોના આદેશને કારણે ખોટા નિર્ણયો લીધા હતા, પણ આજે તેમને પોતાના માટે ધિક્કારની લાગણી થઈ રહી હતી.
(ક્રમશ:)
PART – 57 | પરવેઝે સિન્હાને પુછ્યુ સર ઘર કબ જાને દોગે સાડે તીન મહિને હો ગયે ધંધા બંધ હે
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









