Sunday, May 31, 2026
HomeGujaratઅકસ્માતમાં પરિવારને ગુમાવનાર ત્રણ દીકરીઓને સહાય માટે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ મુહિમ...

અકસ્માતમાં પરિવારને ગુમાવનાર ત્રણ દીકરીઓને સહાય માટે પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરિયાએ મુહિમ ઉપાડીઃ 22 લાખ ભેગા કર્યા

- Advertisement -

નવજીવન. રાજકોટઃ ગોંડલ પાસે ગત 23 નવેમ્બરે ગોજરો અકસ્માત સર્જાયો હતો. પરિવાર વરાછાથી ગોંડલ સામાજિક પ્રસંગે જતો હતો. તે દરમિયાન અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગઢીયા પરિવારના ચાર વ્યક્તિ અને બાંભરોલિયા પરિવારના બે વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 6 વર્ષની જેનીનો આબાદ બચાવ થયો હતો અને બે દીકરીઓ ઘરે તેથી આખા પરિવારમાં માત્ર 3 દીકરીઓ જ બચી હતી. પરિવારમાં કોઈ ના રહ્યું હોવાથી આ દીકરીઓ પર આભ ફાટ્યું હતું અને ગત 6 તારીખે આજ દીકરીઓએ પરિવારના અગ્નિસંસ્કાર કર્યા હતા.



- Advertisement -

આ ત્રણ દીકરીઓને સહાય મળી શકે તે માટે તેમના વિસ્તારના પૂર્વ ધારાસભ્ય પ્રફુલ પાનશેરીયાએ જવાબદારી લીધી હતી. અને દીકરીના ઘરની આસપાસના અગ્રણીઓને ભેગા કરીને દીકરીઓના અભ્યાસ અને તેમના પ્રસંગ માટે આર્થિક વ્યવસ્થા માટેની આગેવાની લીધી હતી. તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રફુલ પાનશેરીયાની ટીમની મુહિમ ઉપાડી આ દીકરીઓના ખાતામાં 22 લાખ જમા કરાવ્યા હતા.

રાજકોટ પાટીદાર સમાજના અગ્રણી ભરતભાઇ બોધરા દ્વારા સી.એમ. ફંડમાંથી 4-4 લાખ રૂપિયા મૃતક દીઠ જાહેર કરવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરતા મુખ્યમંત્રી દ્વારા 24 લાખની સહાય જાહેર કરવામાં આવી હતી. ત્યારે આજે સી.આર.પાટીલએ ત્રણે દીકરીઓના ખાતામાં 25-25 હજાર કુલ 75 હજારની સહાય કરી હતી.

- Advertisement -



તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

- Advertisement -

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular