Thursday, May 28, 2026
HomeGujaratAhmedabadસુભાષ બ્રિજના સમારકામને કારણે ટ્રાફિકમાં ફેરફાર: રિવરફ્રન્ટનો માર્ગ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર

સુભાષ બ્રિજના સમારકામને કારણે ટ્રાફિકમાં ફેરફાર: રિવરફ્રન્ટનો માર્ગ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુભાષ બ્રિજના રિકન્સ્ટ્રક્શનની કામગીરી તેજ ગતિએ શરૂ કરવામાં આવી છે. સાબરમતી નદી પર આવેલા આ મહત્વપૂર્ણ બ્રિજના ડિમોલિશન કામને કારણે વાહનચાલકો અને રાહદારીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફારો અમલમાં મુકવામાં આવ્યા છે. તંત્ર દ્વારા રિવરફ્રન્ટના કેટલાક માર્ગો બંધ કરી વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

પૂર્વ બાજુનો રિવરફ્રન્ટ રોડ બંધ

સુભાષ બ્રિજના ડિમોલિશન દરમિયાન અકસ્માત કે અન્ય અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂર્વ બાજુનો રિવરફ્રન્ટ રોડ શીતલ એક્વા ફ્લેટથી ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ સુધી સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે. આ માર્ગ પરથી હાલ કોઈપણ પ્રકારની વાહન અવરજવર મંજૂર રહેશે નહીં.

- Advertisement -

આ ઉપરાંત સુભાષ બ્રિજ નજીક પૂર્વ બાજુ આવેલો રિવરફ્રન્ટનો લોઅર પ્રોમિનાડ (વોકવે) પણ સામાન્ય જનતા માટે આગામી સૂચના સુધી બંધ રાખવામાં આવ્યો છે. જેથી સવારે અને સાંજે વોક કરવા આવતા નાગરિકોને મુશ્કેલી પડી શકે છે.

વૈકલ્પિક રૂટ જાહેર

ટ્રાફિકને સરળ બનાવવા માટે AMC અને ટ્રાફિક વિભાગ દ્વારા વૈકલ્પિક રૂટ જાહેર કરવામાં આવ્યા છે.

  • શીતલ એક્વા ફ્લેટ તરફથી આવનારા વાહનચાલકોએ જમણી બાજુ થઈ ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ તરફથી રિવરફ્રન્ટ જતો માર્ગ ઉપયોગમાં લેવો રહેશે.
  • ઈસ્કોન રિવરસાઈડ ફ્લેટ તરફથી આવનારા વાહનચાલકો માટે ડાબી બાજુ થઈ શીતલ એક્વા ફ્લેટ તરફથી રિવરફ્રન્ટ તરફ જવાનો માર્ગ ખુલ્લો રાખવામાં આવ્યો છે.

નાગરિકોને સાવચેતી રાખવા અપીલ

તંત્ર દ્વારા નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ ટ્રાફિક સૂચનાઓનું પાલન કરે, બંધ માર્ગો પર જવાનો પ્રયાસ ન કરે અને શક્ય હોય ત્યાં સુધી વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે. ડિમોલિશન કામગીરી દરમિયાન ભારે મશીનરી અને કામદારો સતત કાર્યરત હોવાથી સુરક્ષાને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular