નવજીવન. સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વિરમગામ પાસે ખાનગી વાહન અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થયો છે. અકસ્માત સર્જાતા મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો એક વ્યક્તિનું મોત પણ નીપજયું છે.
અકસ્માતની હાલ મળી રહેલી વિગતો અનુસાર આ અકસ્માત લખતરના છારદ પાટિયા પાસે સર્જાયો હતો. અકસ્માત થતાં આજુ બાજુના લોકો મદદ કરવા માટે દોડી આવ્યા હતા. જો કે અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક ચકજામ થઈ ગયો હતો. સમગ્ર બાબતે પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને હાઇવે પર થયેલા ટ્રાફિકને દૂર કર્યો હતો. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે 108માં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યારે મૃત્યુ પામનાર વ્યક્તિના મૃતદેહને પીએમ (પોસ્ટ મોર્ટેમ) માટે લઈ જવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









