Thursday, April 23, 2026
HomeGujaratગુજરાતમાં 23 IAS અધિકારીઓની બદલીઃ ડો. ધવલ પટેલ અમદાવાદના કલેક્ટર, જાણો કોણ...

ગુજરાતમાં 23 IAS અધિકારીઓની બદલીઃ ડો. ધવલ પટેલ અમદાવાદના કલેક્ટર, જાણો કોણ ક્યાં મુકાયું

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી પહેલા આઈએએસ અધિકારીઓની બદલી કરવાના ઓર્ડર થયા છે. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલા આ નિર્ણયમાં ઘણા શહેરોના કલેક્ટર પદ પર બદલીઓ થઈ છે. અમદાવાદ કલેક્ટર તરીકે ડો. ધવલ પટેલને મુકવામાં આવ્યા છે જ્યારે રમેશ મેરજાને ભાવનગરના કલેક્ટર બનાવાયા છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે પણ હવે એમ થેન્નારાસનને પદભાર સોંપાયો છે.

હાલમાં થયેલા 23 આઈએએસ અધિકારીઓની ટ્રાન્સફરમાં એમ. થેન્નારાસન કે જે જીઆઈડીસીના મેનેજીંગ ડાયરેક્ટર અને વાઈસ ચેરમેન પદ પર ગાંધીનગરમાં કાર્યરત હતા તેમને હવે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક અપાઈ છે અને તેમના ખાલી પડેલા સ્થાન પર હવે ડો. રાહુલ ગુપ્તાને મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત ડો. ધવલકુમાર પટેલને ગાંધીનગર કોર્પોશન કમિશનર પદ પરથી હટાવી અમદાવાદ કલેક્ટરના પદ પર નિમણૂંક આપવામાં આવી છે. ડીએસ ગઢવી કે જેઓ સુરતમાં ડીડીઓ તરીકે ફરજ પર હતા તેમને આણંદ કલેક્ટર તરીકે એમ. વાય. દક્ષિણીના સ્થાને મુકવામાં આવ્યા છે. તથા એમ. વાય. દક્ષિણીને ગાંધીનગર ખાતે એડિશનલ સેક્રેટરી તરીકે પંચાયત, રુરલ હાઉસિંગ એન્ડ રુલર ડેવલપમેન્ટ વિભાગમાં મુકવામાં આવ્યા છે.

- Advertisement -

ધર્મેન્દ્રસિંહ જાડેજાને ડીડીઓ દેવભૂમિ દ્વારકાથી ખસેડી હવે ડાંગ-આહવાના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. જીટી પંડ્યાને ગાંધીનગર ડાયરેક્ટર ઓફ ટેક્નીકલ એજ્યુકેશન પદ પરથી હટાવી હવે મોરબીના કલેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. જીએલપીસીના એમડી તરીકે ફરજ બજાવતા બી આર દવેને હવે તાપી-વ્યારાના કલેક્ટર તરીકે પદભાર મળ્યો છે. ડાંગ આહવાના કલેક્ટર બી કે પંડ્યાને હવે મહિસાગર-લુંણાવાડાના કલેક્ટર તરીકે સ્થાન સોંપવામાં આવ્યું છે. પ્રવિણા ડી. કેને કચ્છ ભુજ કલેક્ટર પદ પરથી હટાવી હવે ગાંધીનગર કલેક્ટર તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. દિલિપકુમાર રાણાને ડાયરેક્ટર ઓફ ટ્રાયબલ ડેવલપમેન્ટ ગાંધીનગરથી ખસેડી કચ્છ ભુજ કલેક્ટર પદ પર નિમણૂંક મળી છે અને ભાવનગર કલેક્ટર તરીકે અત્યાર સુધી ફરજ નિભાવનાર યોગેશ નિરગુડેને દિલિપકુમાર રાણાના પદ પર નિમણૂંક અપાઈ છે.

અમદાવાદના નાયબ મ્યુનિસિપલ કમિશનર આર એ મેરજાને ભાવનગરના કલેક્ટર પદ પર નિમણૂંક અપાઈ છે. ગાંધીનગર યુથ સર્વિસિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટિઝના ડાયરેક્ટર પી આર જોશીને હવે ભરૂચ ડીડીઓ તરીકે પદભાર સોંપાયો છે. બી કે વસાવાને પણ ડીડીઓ તરીકે સુરતમાં નિમણૂંક આપવામાં આવી છે. આ ઉપરાંત ડીડીઓ દેવભૂમિ દ્વારકા તરીકે એસ ડી ધાનાણીને નિમણૂંક મળી છે.

અમદાવાદના કલેક્ટર રહી ચુકેલા સંદિપ સાંગલેને ગાંધીનગર કોર્પોરેશનમાં અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં કમિશનર પદ પર પદભાર સોંપાયો છે. તાપી વ્યારામાં કલેક્ટર તરીકે કાર્યરત હરજીભાઈ વઢવાણીયાને એગ્રીકલ્ચર ફાર્મર્સ વેલ્ફેર એન્ડ કો.ઓપરેશન ડિપાર્ટમેન્ટ એટીએમએના ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. મહિસાગર લુણાવાડાના કલેક્ટર રહેલા ડો. મનિષ કુમારને પંચાયત, રુરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વિભાગના એમડી તરીકે બી આર દવેના સ્થાને મુકવામાં આવ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત મોરબીના કલેક્ટર રહેલા જે બી પટેલને યુથ સર્વિસિસ એન્ડ કલ્ચરલ એક્ટિવિટિઝ ગાંધીનગર ખાતે ડાયરેક્ટર પદ પર મુકવામાં આવ્યા છે. ડડીઓ ભરુચ યોગેશ ચૌધરીને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે મુકવામાં આવ્યા છે. ગાંધીનગર જોઈન્ટ કમિશનર રિઝનલ વિશ્લેષણ કમિટિના કે એસ વસાવાને ડાયરેક્ટર ઓફ ટેક્નિકલ એજન્યુકેશન, ગાંધીનગર ખાતે પોસ્ટિંગ મળ્યું છે. દક્ષિણ ગુજરાત વીજ કંપની લી. સુરતના એમડી જાસ્મિન હસરતને એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ્સ વિભાગના એમડી બનાવાયા છે.

આવો જોઈએ કોને ક્યાં બદલી મળી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular