Thursday, April 23, 2026
HomeGujaratદાણીલીમડામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા

દાણીલીમડામાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા

- Advertisement -

નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ ગુજરાતમાં દારૂબંધી અને જુગાર જેવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ છે. તેમ છતાં શહેરમાં પોલીસ જોડે સાઠગાઠ કરીને જાહેરમાં આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી હોયના અનેક કિસ્સા અગાઉ પ્રકાશમાં આવ્યા છે. જોકે ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ સતત નજર રાખીને દરોડા પાડી રહી છે. ત્યારે વધુ એક રેડ અમદાવાદમાં સ્ટેટ મોનિંટરિંગ સેલ દ્વારા પાડવામાં આવી છે.

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં શાહઆલમ ટોલનાકા પાસે છેલ્લા કેટલાક સમયથી જુગારધામ ધમધમતું હોવાની માહિતી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળતા આજે જાણીતા જુગારી જંયતિ ઠાકોરના જુગાર અડ્ડા પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા જુગારીઓના રંગેહાથ ઝડપાય ગયા હતા. સ્ટેટ મોનિટરિંગની રેડથી પત્તાપ્રેમીઓના રંગમાં ભંગ પડ્યો હતો.

- Advertisement -

સ્ટેટ મોનિટરિંગની ટીમે જુગારધામ ચલાવનાર જંયતિ ઠાકોર સહિત 18ને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે બે આરોપીને વોન્ડેડ જાહેર કર્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ સહિત 1.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જોકે આ જુગારધામ અંગે વિસ્તારમાં ચર્ચા થઈ રહી છે કે અંદરખાને પોલીસ પરમિશન મળી ગઈ હોવાના કારણે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું હતું. ઉપરાંત આ વિસ્તારમાં અનેક જુગારના અને દારૂના અડ્ડા જાહેરમાં ચાલતા હોવાની પણ ચર્ચા સ્થાનિકોમાં ચાલી રહી છે. જોકે આવા અડ્ડા પોલીસની પરમિશન વગર ચાલવા તે લોઢાના ચણા ચાવવા જેવી વાત છે ઉપરાંત અવાર નવાર અડ્ડાઓ પાસે પોલીસની ગાડીઓ ફરતી હોવાના કારણે સ્થાનિક પોલીસની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી બાદ દાણીલામડા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર ડી.વી. તડવી સામે લાલ આંખ થવાની સંભાવના રહેલી છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular