નવજીવન અમદાવાદ: શહેરી વિસ્તારોમાં કેટલીક વાર સાપ અને અન્ય જીવજંતુઓ આવી જતા હોય છે જેના કારણે લોકો ગભરાઈ જતા હોય છે. અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ડેકોરેશનની દુકાનના ગોડાઉનમાંથી એકાએક સાપ નીકળતા અંદર રહેલા શ્રમિકો ગભરાઈ ગયા હતા અને એનિમલ લાઈફ કેરનો સંપર્ક કર્યો હતો. સાપનું તાત્કાલિક રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

શ્રમિકો અજગર છે તેવું સમજીને નજીક જતા અવાજ સાંભળીને દુર ભાગી ગયા હતા અને તાત્કાલિક એનિમલ લાઈફ કેરના વિજય ડાભીને જાણ કરી હતી. વિજય ડાભી દ્વારા નકકી કરવામાં આવ્યું કે આ અજગર નહીં પણ ભારતમાં મળી આવતો અત્યંત ઝેરી સાપની ગણતરી થાય છે તેમાંનો એક સાપ રસલવાઈપર છે. જેને ગુજરાતીમાં ખડચિતડો પણ કહેવામાં આવે છે.

વિજય ડાભીનું કહેવું છે કે,”પકડાયેલો સાપ અંદાજીત સાડાત્રણ ફુટનો હતો. રસલવાઈપર સાપના શરીરમાં હોમોટોસીન નામનું ઝેર હોય છે તે માણસને કરડવાથી લોહીની ગાંઠ થઇ જતી હોય છે અને લોહી જાડું થઈ જાય છે. લોકો જેને ડીસકવરી પર અવારનવાર જોતા હોય છે તે સાપ પીળા કલરનો અને તેના શરીર પર બ્લેક કલરની સાંકળ જેવી ચેન જતી હોય છે તે તેની ઓળખ છે જેને કારણે લોકો તેને અજગરનું બચ્ચું સમજતા હોય છે.
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









