પ્રશાંત દયાળ (ભાગ-48 દીવાલ) : બીજા દિવસે ડીસીપી સિન્હા DCP Sinha આવ્યા ત્યારે રોજ કરતા વધુ ફ્રેશ લાગતા હતા. તેમને વિશ્વાસ થઈ ગયો હતો કે તપાસ બરાબર દિશામાં જઈ રહી છે. જો કે કેટલીક કડીઓ મેળવવાની બાકી હતી પણ પરવેઝે Pervez જે રીતે ચાંદ Chand ને ઓળખી બતાડ્યો તેના કારણે ચાંદ Chand હવે વધુ વખત પોલીસની પૂછપરછનો સામનો કરી શકે તેમ ન્હોતો, પણ ડીસીપી DCP ને એક વાત સમજાઈ ગઈ હતી કે આ છ આતંકીઓ અત્યંત રીઢા છે. તેમને પોલીસના મારની કોઈ અસર થતી નથી, તેમને ટોર્ચર તો કરવાના હતા પણ તેની પધ્ધતિ બદલવાની જરૂર હતી. શારિરીક ત્રાસ તો તેઓ સહન કરી શકે તેમ હતા પણ હવે તેમને માનસિક ત્રાસ આપવાનો હતો. ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માટે પરવેઝ Pervez બહુ મહત્વનો સાબિત થયો હતો. હવે પરવેઝ Pervez ને હાથ ઉપર રાખી આગળ પણ કામ કરવાનું હતું. ક્યારેક કોઈ મારથી તો ક્યારેક કોઈ પ્રેમથી પોલીસના કામમાં આવતા હોય છે.
ડીસીપી DCP એ આવતા ઈન્સપેક્ટર જાડેજા Jadeja ને બોલાવ્યા. જાડેજા Jadeja આજે થાકેલા લાગતા હતા. ડીસીપી DCP એ જાડેજા Jadeja ને જોતા પુછ્યુ કેમ તબિયત સારી નથી? જાડેજા Jadeja એ કહ્યુ કંઈ નહી સર બસ એમ જ, પણ જાડેજા Jadeja કંઈક છુપાવી રહ્યા હોય તેમ લાગતુ હતું. ડીસીપી DCP એ પોતાના ટેબલ ઉપર થોડા આગળ આવીને પુછ્યુ જાડેજા Jadeja શુ વાત છે, મને કહેશો તો હું તમને મદદ કરીશ. જાડેજા Jadeja કંઈ બોલ્યા નહીં, તે શાંત બેસી રહ્યા, તેમની આંખોના ખુણા ભીના થયા. ડીસીપી DCP એ તે જોયુ, તેમણે પોતાના ટેબલ ઉપર ઢાંકી રાખેલો પાણીના ગ્લાસ ઉપર પ્લેટ દુર કરી ગ્લાસ જાડેજા Jadeja તરફ ખસેડ્યો અને ઉભા થયા. ઉભા થઈ તેઓ ટેબલની બહાર નિકળી જાડેજા Jadeja ની પાછળ આવી ઉભા રહ્યા. જાડેજા Jadeja ખુરશીમાં બેઠેલા હતા, તેમણે પાછળથી તેમના બંન્ને ખભા ઉપર હાથ મુક્યો અને કહ્યુ જે હોય તે તમે મને કહી શકો છો, આપણે નોકરી કરીએ છીએ પણ આપણે એક જ પરિવારના છીએ.
જાડેજા Jadeja એ આંખો સાફ કરતા કહ્યુ સર મારી બાને કેન્સર Cancer છે, તે ગામડે રહે છે, ગઈકાલે રાતે તેની તબિયત બગડી હતી. હું ક્રાઈમ બ્રાન્ચ Crime Branch થી નિકળી સીધો ગામ ગયો હતો, તેની સ્થિતિ સારી નથી. ફરી આંખો ભીની થઈ, સિન્હા Sinha એ કહ્યુ તો તમારે ત્યાં રોકાઈ જવુ હતું ને? જાડેજા Jadeja એ ઉંડો શ્વાસ લેતા કહ્યુ ના સર મારો નાનો ભાઈ અને બાપુજી ત્યાં છે, હું ત્યાં રહીને પણ શુ કરવાનો હતો. બાપુજી Papa નો કાલે સાંજે ફોન હતો, બા તને યાદ કર્યા કરે છે, એક વખત મળી જજે એટલે હું ત્યાં ગયો હતો. સિન્હા Sinha જાડેજા Jadeja ની સામે આવ્યા અને આશ્ચર્ય સાથે પુછ્યુ અરે તમે ખરા માણસ છો, સાંજે ફોન આવ્યો હતો તો મને કહી નિકળી જવુ હતું ને, મોડી રાત સુધી તમે અહિયા રોકાયા અને મને કંઈ કહ્યુ જ નહીં. જાડેજા Jadeja એ કહ્યુ સર બ્લાસ્ટ કેસ Blast Case જેવો મોટો કેસ હોય અને હું તમને મારા પ્રોબ્લેમ કહુ તે મને સારૂ લાગ્યુ નહીં. સિન્હા Sinha એ કહ્યુ જાડેજા Jadeja તમારે 2-4 દિવસ રજા લઈ ગામ જવુ હોય તો જઈ આવો, હું જોઈ લઈશ આવી તપાસ તો આખી જીંદગી આવ્યા કરશે અને ચાલ્યા કરશે મા ફરી મળશે નહીં.
જાડેજા Jadeja કંઈ બોલ્યા નહીં, ત્યાં કમાન્ડો કોફી લઈ આવ્યો. સિન્હા Sinha એ ઉભા થઈ કમાન્ડોના હાથમં રહેલી ટ્રેમાંથી કોફીનો એક કપ જાડેજા Jadeja સામે મુક્યો, જાડેજા Jadeja એ કોફીનો કપ હાથમાં લેતા કહ્યુ સર પરવેઝ Pervez ને હું સવારે મળ્યો તે તમારા બહુ વખાણ કરતો હતો. સિન્હા Sinha હસ્યા, જાડેજા Jadeja એ ફરી વાત આગળ વધારતા કહ્યુ મેં સવારે પોલીસવાળો મોકલી તેના ઘરે 10 હજાર રૂપિયા મોકલી આપ્યા છે. સિન્હા Sinha કંઈક વિચારી રહ્યા હતા. જાડેજા Jadeja એ પુછ્યુ સર પરવેઝ Pervez પુછતો હતો મને ક્યારે છોડશો.. સિન્હા Sinha એકદમ વિચારમાંથી બહાર આવ્યા. જાડેજા Jadeja સમજી ગયા તેમણે ફરી કહ્યુ સર પરવેઝ Pervez પુછતો હતો મને ક્યારે છોડશો. સિન્હા Sinha એ હાથમાં રહેલો કપ નિચે મુક્યો અને પોતાની સ્ટ્રેટજી સમજાવતા કહ્યુ જુઓ જાડેજા Jadeja આ પ્રકારના કેસ Case માં આપણી પાસે સાંયોગિક પુરાવા બહુ રહેશે પણ હ્યુમન વિટનેસ Human Witness બહુ ઓછા હશે. ચાંદે Chand જુહાપુરા Juhapura જઈ સીમકાર્ડ ખરીદ્યુ હતું અને તે કાર્ડનો ઉપયોગ બ્લાસ્ટ Blast સાઈટ ઉપર થયો. પરવેઝ Pervez આપણી માટે વીટનેસ Witness થઈ શકે તેમ છે, હજી આપણે તેને તે કહેવાનું નથી, તેને હાથ ઉપર રાખવાનો છે એટલે જ મેં તમને તેના ઘરે 10 હજાર રૂપિયા મોકલી આપવાનું કહ્યુ હતું. જાડેજા Jadeja ના ચહેરા ઉપર નુર આવી ગયુ ડીસીપી DCP આવુ વિચારતા હતા તેવો તેને અંદાજ જ આવ્યો ન્હોતો. સિન્હા Sinha એ એકદમ કહ્યુ પરવેઝ Pervez ને બોલાવી લો. તેઓ બહાર ગયા અને પરવેઝ Pervez ને પોતે જ લઈ આવ્યા.
પરવેઝ Pervez આવ્યો અને તેણે હાથ જોડી કહ્યુ સર ગુડ મોર્નિંગ, સિન્હા Sinha ના ચહેરા ઉપર પરવેઝ Pervez ને જોતા ચમક આવી. તેમણે મઝાક કરતા જાડેજા Jadeja તરફ ઈશારો કરતા કહ્યુ પરવેઝ Pervez સાબને તુમ્હે પરેશાન તો નહીં કિયા.. પરવેઝ Pervez ને સંકોચ થયો, તેણે કહ્યુ નહીં સર જાડેજા Jadeja સાબ તો નેક ઈન્સાન હૈ, જાડેજા Jadeja આ સાંભળી હસ્યા, સિન્હા SInha એ પરવેઝ Pervez ને પુછ્યુ ચાઈ નાસ્તા હો ગયા? પરવેઝે Pervez જાડેજા Jadeja સામે જોતા કહ્યુ જી સર સાબને અભી કરવાયા. સિન્હા Sinha એ એકદમ પરવેઝ Pervez ના ખભે હાથ મુકતા ખુરશી તરફ ઈશારો કરી કહ્યુ બેટા બેઠો, પરવેઝ Pervez ને આશ્ચર્ય થયુ સિન્હા Sinha તેને ખુરશી ઉપર બેસવાનું કહેતા હતા. હમણાં સુધી તો તેને ક્રાઈમ બ્રાન્ચ Crime Branch માં જમીન ઉપર બેસવાની ટેવ હતી. સિન્હા Sinha એ ફરી તેને કહ્યુ એટલે તે બેઠો, સિન્હા Sinha પોતાની ખુરશીમાં આવી બેઠા, તેમણે પરવેઝ Pervez ને પુછ્યુ બેટા તુમ્હે બરાબર યાદ હૈ કી ચાંદ Chand હી તેરી દુકાન પે આયા થા? પરવેઝ Pervez ને લાગ્યુ તે તેની વાત ઉપર હજી ડીસીપી DCP ને ભરોસો નથી.
પરવેઝે Pervez જાડેજા Jadeja સામે જોયુ અને પછી ડીસીપી DCP સામે જોતા કહ્યુ સર પક્કા યાદ હૈ, ઉસ દિન જુમ્મા થા, યહ ભાઈને સીમકાર્ડ લીયા, મેંને કહા ડોક્યુમેન્ટ? તો ઉસને કહા કલ દે જાઉગાં, મેં ભી ઉસ દિન જુમ્મા કી નમાઝ મેં જાને કે ઉતાવલ મેં થા, મેને અપની નમાઝી ટોપી નિકાલી તો ઉસને મુઝે પુછાં મસ્જિદ નજીદીક મેં હૈ? મૈને કહા હા અંબર ટાવર Amber Tower કે પાસ તો ઉસને કહા ચલો મે ભી નમાઝ લે લિયે ચલતા હું, ઔર વો મેરે સાથ નમાઝ અદા કરને આયા થાં, રાસ્તે મેં હમને બાત ભી કી થી, મૈને ઉસકો દો બાર કહા સે આયો હો પુછા લેકીન વહ બાત બદલ ડાલતા થા, નમાઝ કે બાદ વહ કલ આઉગા બોલકે ચલા ગયા, ફિર વો આયા નહીં ઔર મેં ભી ભુલ ગયા, સિન્હા Sinha એ પુછ્યુ કૌનસી મસ્જિદ ગયા થાં? તેણે ફરી કહ્યુ અંબર ટાવર Amber Tower વાલી, સિન્હા Sinha એ કાગળ ઉપર તેની નોંધ કરી. જાડેજા Jadeja ને ઈશારો કર્યો તે પરવેઝ Pervez ને બહાર મુકી આવ્યા, જાડેજા Jadeja પાછા ફર્યા, સિન્હા Sinha એ કહ્યુ જાડેજા Jadeja પરવેઝ Pervez કહે છે તે મસ્જિદ ઉપર જઈ આવો, ચેક કરો ત્યાં CCTV છે કે નહીં અને જો હોય તો તે તારીખના ફુટેજ Footage લઈ આવો. જો ફુટેજ Footage માં આપણને ચાંદ Chand મળી ગયો તો આ બધાની અમદાવાદ Ahmedabad માં હાજરી હતી તે એસ્ટાબ્લિશ કરવામાં આ એવિડન્સ મહત્વનો સાબિત થશે. પહેલા તમે ત્યાં જઈ આવો ત્યાર પછી આપણે ચાંદ સાથે વાત કરીશુ. આજે ચાંદ Chand ને મને પુછ્યા વગર જમવાનું આપતા નહીં.
(ક્રમશ:)
PART – 47 | લોકઅપ મા બધા સુઇ રહ્યા હતા મહમદે યુનુસ ને ઢંઢોળી ઉઠાડ્યો અને કહ્યુ ચલો બુલાવા આયા હે
તમામ તાજી ખબરો માટે Navajivan ફેસબૂકપેજને લાઈક કરો
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.









