Wednesday, April 22, 2026
HomeGujarat'તો શું હવે પાકિસ્તાનની ઈંડસ્ટ્રી બેન કરી દઈએ'- સુપ્રીમ કોર્ટે, UP સરકારની...

‘તો શું હવે પાકિસ્તાનની ઈંડસ્ટ્રી બેન કરી દઈએ’- સુપ્રીમ કોર્ટે, UP સરકારની ‘પાકિસ્તાનથી આવતી હવામાં પ્રદુષણ’ હોવાના નિવેદન પર ટિપ્પણી

- Advertisement -

નવજીવન નવી દિલ્હીઃ પ્રદુષણ મામલામાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન યુપી સરકારના વકીલ રંજીત કુમારે શુક્રવારે કહ્યું કે યુપી ડાઉન વિંડ છે જ્યારે હવા મોટાભાગે પાકિસ્તાન તરફથી આવે છે. તેવામાં યુપીની સુગર મિલ અને દૂધ ફેક્ટરીઓ પર કોઈ પ્રકારનો પ્રતિબંધ ન લગાવવો જોઈએ. તેના પર ન્યાયધીશ (સીજેઆઈ) રમનાએ કહ્યું તો શું હવે આપ પાકિસ્તાનની ઈંડસ્ટ્રીઝને બેન કરાવવા માગો છો..!! સુનાવણી દરમિયાન વકીલ રંજીત કુમારે સુગર મિલોના બંધ થવા પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે તેનાથી ખેડૂતોને પરેશાની થશે જ્યારે તે મિલો દિલ્હીથી 90 કિલોમીટર દુર છે. તેવામાં સુગર ફેક્ટ્રીઝના માટે 8 કલાક ઘણા ઓછા છે. તેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું, તમે પંચના પાસે જાઓ, તેમને કહો તે પછી તે નિર્ણય કરશે.





- Advertisement -

આ પહેલા સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મુદ્દે મીડિયાના અહેવાલો પર ફરી નારાજગી વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે, કેટલાક લોકો કહેવા લાગ્યા કે અમે વિદ્યાર્થીઓના સમર્થનમાં નથી. અમે ક્યારે કહ્યું કે અમે દિલ્હી સરકાર ચલાવીશું અને તેનો વહીવટ કરીશું? આજનું પેપર જુઓ. તમે જઈને લોકોને સમજાવી શકો છો. અમે કરી શકતા નથી. CJIએ કહ્યું કે વીડિયો સુનાવણીમાં ખબર નથી પડતી કે કોણ રિપોર્ટ કરી રહ્યું છે. અમને કેટલાક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમે વિદ્યાર્થીઓના કલ્યાણના પક્ષમાં નથી.

અભિષેક મનુ સિંઘવીએ દિલ્હી સરકારનું એફિડેવિટ વાંચ્યું અને હોસ્પિટલની જગ્યાઓ પર બાંધકામ ચાલુ રાખવા અપીલ કરી. કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને ટેકો આપ્યો હતો. સુનાવણી દરમિયાન અરજદારના માટે વિકાસ સિંહ સરકાર ત્યારે કશું કરે છે જ્યારે કોઈ ભલામણ આપવામાં આવે છે. અમે ફ્લાઈંગ સ્ક્વોડને સૂચવ્યું, તેથી તેઓએ તેમની તરફથી કંઈ કર્યું નહીં. સરકાર તેના તરફથી કંઈ કરતી નથી. તેના પર CJIએ કહ્યું કે જો સરકારો બધું જ કરી શકે છે તો PILની શું જરૂર છે, સરકારોને કામ કરવા દેવી જોઈએ. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને એનસીઆરને તમામ પગલાઓનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો અને મામલો પેન્ડિંગ રાખ્યો. દિલ્હી સરકારની કોવિડ હોસ્પિટલોના નિર્માણને મંજૂરી આપી. આ મામલે આગામી સુનાવણી 10 ડિસેમ્બરે થશે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular