નવજીવન ન્યૂઝ.અમદાવાદ: અમદાવાદ પોલીસ દ્વારા બોર્ડની પરીક્ષામાં સારો દેખાવ કરનાર વિદ્યાર્થીઓનું અભિવાદન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પોલીસ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં પણ હિંમત સાથે ખુશીની લહેર જોવા મળી હતી.

અમદાવાદના સેક્ટર 2 ગૌતમ પરમારની સૂચના પ્રમાણે આજે પોલીસ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો હતો. આજે સાંજે ૧૮:૦૦ વાગ્યે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે દરિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તથા પોલીસ પરિવારના કુલ ૪૦ તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનું સન્માન કરવા તેઓના વાલીઓ સાથે બોલાવી વિદ્યાર્થી અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત આજે મણીનગર પોલીસ સ્ટેશન ખાતે નાયબ પોલીસ કમિશ્નર એ. એમ. મુનિયાની અધ્યક્ષતામાં તથા મદદનીશ પોલીસ કમિશ્નર રાજપાલસિંહ રાણાની વિશેષ ઉપસ્થિતમાં મણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારના જાહેર જનતા અને પોલીસ પરિવારના તેજસ્વી તારલા (વિદ્યાર્થી) ઓનો “વિદ્યાર્થી અભિવાદન સમારોહ” યોજવામાં આવ્યો હતો.

દરેક તેજસ્વી વિદ્યાર્થીને છ ફુલ સ્કેપ ચોપડા તથા બોલપેન ગિફ્ટ પેક તથા સર્ટિફિકેટ સાથે વિતરણ કરી સન્માનિત કરવામાં આવ્યાઆવ્યા હતા. વાલીઓ વિદ્યાર્થીઓ દરેકને રીફરેશમેન્ટેમાં આઇસક્રીમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં DCP ઝોન – ૪, “એફ” ડિવિઝન એસીપી તથા દરીયાપુર પીઆઇ વિગેરે હાજર રહ્યા હતા.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











