Tuesday, May 30, 2023
HomeGeneralCM પટેલે વડોદરા કોર્પોરેશનને આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડ ફાળવ્યા

CM પટેલે વડોદરા કોર્પોરેશનને આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડ ફાળવ્યા

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: રાજ્યના મહાનગરો અને નગરોના આઉટગ્રોથ વિસ્તારોમાં વિકાસના વિવિધ કામોને તથા નાગરિક સુખાકારીના આંતરમાળખાકીય કામોને વેગ આપવા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પ૮૭.પ૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારના કામો માટે રૂ. રપ.૭૭ કરોડની દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.


વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારોમાં ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને પાણીની સુવિધાના મળીને કુલ-૬૬ જેટલા કામો આ ગ્રાંન્ટમાંથી હાથ ધરવામાં આવશે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં આઉટગ્રોથ વિસ્તાર માટેની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે તેમાં ર૦૧૬-૧૭ થી અત્યાર સુધીમાં રાજ્યની મહાનગરપાલિકાઓ માટે રૂ. ૪૯૯.૯ર કરોડ તેમજ નગરપાલિકાઓ માટે રૂ. ૮૭.પ૮ કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે.

- Advertisement -

આઉટગ્રોથ વિસ્તારમાં પાણી, ડ્રેનેજ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, આંતરમાળખાકીય સુવિધા સહિતના વિવિધ ૩૪૧ કામો મહાનગરપાલિકા આઉટગ્રોથ વિસ્તારમાં તેમજ ૭૭પ કામો નગરપાલિકા વિસ્તારમાં મળી સમગ્રતયા ૧૧૧૬ કામો અત્યાર સુધીમાં મંજૂર કરવામાં આવેલા છે.

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular