Tuesday, June 16, 2026
HomeGeneralસાબરમતી અને સુરતની લાજપોર જેલમાં ધોરણ-12નું 100 ટકા પરિણામ

સાબરમતી અને સુરતની લાજપોર જેલમાં ધોરણ-12નું 100 ટકા પરિણામ

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): જેલની તોતિંગ દીવાલો પાછળ રહેતા કેદીઓ પણ પોતાના જીવનમાં થયેલી ભૂલ સુધારી જીવનને એક નવી દિશા આપવાનો પ્રયાસ સતત કરતા જ હોય છે. ક્યારેક સંજોગો અને ક્યારેક પરિસ્થિતિએ તેમને શિક્ષણથી વંચિત કર્યા હતા. અમદાવાદની સાબરમતી જેલ અને સુરતની લાજપોર જેલમાં રહેલા પાકા અને કાચા કામના કેદીઓએ જીવનને નવી દિશા આપવા જેલમાં આવી ફરી ભણવાની શરૂઆત કરી, ગુજરાત બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં સાબરમતી અને લાજપોર જેલમાં કુલ 20 કેદીઓએ પરીક્ષા આપી હતી. આ તમામ કેદીઓ સારા માર્કસ સાથે પાસ થયા છે.



જેલ સત્તાવાળાઓને આનંદ એ બાબતનો છે કે, તેમની જેલમાં રહેલા કેદીઓના સારા દેખાવને કારણે ધોરણ 12ની પરીક્ષાનું સો ટકા પરિણામ આવ્યું છે. હાલમાં વડોદરા ગ્રામ્યના એસપી રોહન આનંદ અગાઉ સાબરમતી જેલના એસપી હતા. હાલમાં એસપી તરીકે તેજસ પટેલ છે, તેમનો સતત પ્રયાસ રહ્યો છે કે, જેલમાં રહેલા કેદીઓના જીવનમાં સુધારાત્મક પ્રયાસો થાય. અમદાવાદ જેલમાં રહેલા 8 કેદીઓએ ધોરણ 12નો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. આ કેદીઓને પુસ્તકો મળી રહે અને તેમનો અભ્યાસ અટકે નહીં તે માટે સાબરમતી જેલના વેલફેર ઓફીસર પ્રદીપ પંચાલે તેમને સાનુકુળ સ્થિતિ ઊભી કરી આપી જ્યારે પાકા કામના કેદી ડો. વિનય લોમસે અને હિતેશ બારોટ પોતે કેદી હોવા છતાં તેમણે 12 ધોરણની પરીક્ષા આપવા માગતા કેદીઓને ભણાવવાની શરૂઆત કરી.

આ જ પ્રકારે સુરતની લાજપોર જેલના સુપ્રીટેન્ડેન્ટ મનોજ નિનામાએ ધોરણ 12નો અભ્યાસ કરવામાં 12 કેદીઓને શિક્ષણની તમામ વ્યવસ્થા કરી આપી હતી. શિક્ષક તરીકે દેવાંગ ટંડેલે આ કેદીઓને પરીક્ષા માટે તૈયાર કર્યા હતા. આમ અમદાવાદના 8 અને સુરતના 12 કેદીઓએ દોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી, તેઓ તમામ ઉત્તિર્ણ થયા હતા. તેમાં 50 ટકા કેદીઓએ ફર્સ્ટ ક્લાસ સાથે પરીક્ષા પાસ કરી છે.


- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.

- Advertisement -



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular