Friday, July 31, 2026
HomeGujaratઅરવલ્લીમાં રેડ એલર્ટ વચ્ચે મોડાસામાં માત્ર 1.33 ઇંચ વરસાદ, અન્ય વિસ્તારોમાં વરસાદે...

અરવલ્લીમાં રેડ એલર્ટ વચ્ચે મોડાસામાં માત્ર 1.33 ઇંચ વરસાદ, અન્ય વિસ્તારોમાં વરસાદે આપી હાથતાળી

- Advertisement -

જય અમીન (નવજીવન ન્યૂઝ.અરવલ્લી): Heavy Rain in Gujarat: હવામાન વિભાગ (India Meteorological Department – IMD) દ્વારા ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓ માટે 48 કલાકનું ઓરેન્જ એલર્ટ (Orange Alert) અને રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યા બાદ અરવલ્લી જિલ્લામાં વહીવટી તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું. ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને અધિકારીઓને આગામી બે દિવસ સુધી મુખ્ય મથક ન છોડવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત પશુપાલકો, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવા માટે સોશિયલ મીડિયા મારફતે અપીલ પણ કરવામાં આવી હતી.

જિલ્લામાં સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRF (National Disaster Response Force) ની એક ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

- Advertisement -

જોકે હવામાન વિભાગની આગાહી સામે વરસાદનું ચિત્ર સંપૂર્ણપણે અલગ જોવા મળ્યું. મોડાસા શહેર અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે ધોધમાર વરસાદ પડ્યો હતો. લગભગ અડધા કલાકમાં અંદાજે 1.33 ઇંચ વરસાદ નોંધાયો હતો.

ભારે વરસાદને કારણે શહેરના આઇકોનિક બસપોર્ટ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. જ્યારે રામપાર્ક ડીપી રોડ પણ પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોમાં નારાજગી જોવા મળી હતી. વરસાદી પાણીના નિકાલ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન હોવાના આક્ષેપો સાથે નગરપાલિકા સામે લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

જિલ્લાના ધનસુરા, સાઠંબા અને બાયડ વિસ્તારોમાં પણ વરસાદના ઝાપટાં નોંધાયા હતા. જોકે અરવલ્લીના અન્ય અનેક વિસ્તારોમાં એક ટીપું પણ વરસાદ ન પડતાં હવામાન વિભાગની આગાહીને લઈને લોકોમાં ચર્ચા શરૂ થઈ હતી.

- Advertisement -

બપોરે અંદાજે એક વાગ્યે હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટેનું નાઉકાસ્ટ (Nowcast) જાહેર કરીને અરવલ્લી જિલ્લાને રેડ એલર્ટ ઝોનમાં મૂક્યો હતો. જેના કારણે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોમાં ચિંતા વધી હતી.

જોકે ત્રણ કલાકના આ સમયગાળા દરમિયાન આગાહી મુજબ વ્યાપક વરસાદ નોંધાયો નહીં. પરિણામે ઘણા વિસ્તારોમાં લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડ્યો હતો.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular