નવજીવન ન્યૂઝ. અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરા વિસ્તારના રસ્તામાં તંત્રની બેદરકારીને કારણે એક યુવાનનું માથુ ફુટયુ હોવાનું સામે આવ્યું છે. નવરંગપુરા સ્ટેડિયમની પાછળના ભાગમાં આવેલુ ગરનાળાથી રાહદારીઓ ત્રાહીમામ પોકારી ગયા છે. ઉપરાંત વાહન ચલાવતી વખતે જરા પણ જો માથું નીચે રાખવામાં ચુક કરી તો માથુ ફુટવની પણ પુરે પુરી સંભાવના રહેલી છે. આ ગરનાળાથી કંટાળીને આસપાસના રહીસોએ અનેક વખત AMC અને રેલવેને ફરિયાદ કરી છે.
નવરંગપુરા સ્ટેડિયમની પાછળ આવેલા ગરનાળા નીચેથી પસાર થતી વખતે રિયાઝ અલી પઠાણ નામના રાહદારીનું માથું લોખંડના પાઇપ સાથે માથું અથડાતા અક્સમાત થયો હતો. રિયાઝ ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલીક હોસ્પીટલ લઈ જવામાં આવ્યો હતો, રિયાઝનું માથુ ફુટી જતા 22 ટાંકા આવ્યા હતા. આ ગરનાળુ ખુબ નીચુ હોના કારણે અવાર-નવાર અહિંયા રાહદારીઓના માથા ફુટતા રહે છે. ગરનાળા પાસે રહેતા એક સ્થાનીકના જણાવ્યા અનુસાર રોજ આ જગ્યા પર 5થી 6 લોકોના માથા અથડાવાથી ઈજાગ્રસ્ત થાય છે.
નવરંગપુરા સ્ટેડિયમની પાછળ આવેલા ગરનાળુ ખુબ નીચુ છે. ઉપરાંત તાજેતરમાં જ ગરનાળાની બહારના ભાગમાં લોંખડના આડા એન્ગલ મારી દેવામાં આવ્યા છે. અને રસ્તાની વચ્ચોવચ ફોરવિલહર ન જઈ શકે તે માટે લોખંડના પાઈપ લગાવમાં આવ્યા છે. જો કે એન્ગલ અને પાઈપ બને PM નરેન્દ્ર માદીના નવરંપુરા સ્ટેડિયમના કાર્યક્રમના સમયે લગાવવામાં આવ્યા હતા. ગરનાળાની ઊંચાઈ 4 ફૂટ 7 ઇંચ છે જ્યારે બહાર લગાવેલા લોખંડના એન્ગલની ઊંચાઈ 5 ફૂટ 4 ઇંચ રાખવામાં આવી છે. ત્યારે અહિં સવાલ થાય કે એન્ગલ લગાવતી વખતે તંત્રએ કોઈ એન્જીનયરને જોડે રાખ્યો હશે કે માપ લીઘા વગર જ લગાવી દેવામાં આવી હશે.?
આ ગરનાળા પાસેથી પસાર થતા એક રાહદારી સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, આ જગ્યાએથી પસાર થતી વખતે ખુબ સાવચેતી રાખવી પડે છે, ગરનાળામાંથી પસાર થતી વખતે અડઘા નીચા નમી જવું પડે છે નહિંતર છત અથવા એન્ગલ સાથે માથુ ભટકાઈ જાય છે, ઉપરાંત નીચે નમ્યા બાદ રોડની વચ્ચોવચ લગાવવામાં આવેલી પાઈપ સાથે ન અથડાઈ જઈએ તેનું પણ ઘ્યાન રાખવુ પડે છે, પહેલા આ એન્ગલ અને પાઈપ લગાવેલી ન હતી, જેના કારણે કાર પણ અહિંયાથી પસાર થઈ શકતી હતી, પરંતુ PMના કાર્યક્રમ બાદ એન્ગલ અને પાઈપ લગાવી દેવામાં આવતા કાર ચાલકોને 2 KM જેટલું ફરીને જવુ પડે છે, એક તરફ પેટ્રોલ-ડિઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે તો બીજી બાજુ તંત્રની આવી બેદરકારીને કારણે વાહનચાલકોને ફરી-ફરીને જવામાં પર મજબુર બનાવી રહ્યા છે.
આ રોડ અંગે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ કામગીરી રેલ્વે દ્વારા કરવામાં કરવામાં આવી છે, આમાં AMCનો કોઈ રોલ નથી. જ્યારે રેલ્વેના અધિકારી સાથે સંપર્ક કરતા તેમના તરફથી પ્રતિઉત્તર મળ્યો ન હતો. ત્યારે હવે જોવાનું રહ્યુ કે તંત્ર કેટલા વહેલા આ સમસ્યાનો અંત લાવે છે અથવા સમસ્યા યથાવત રહેશે પણ હાલ અમારી તમને સલાહ છે અહીંથી પસાર થતી વખતે પુષ્પા બનવા ન જતા, અને ઝુકીને જજો.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











