નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે, આ બંને વ્યક્તિઓ GSPC (Gujarat State Pharmacy Council)ની વેબસાઇટ હેક કરીને તેમાં બનાવટી ડેટા અપલોડ કરીને ખોટા માર્કશીટ અને સર્ટિફિકેટ વેચતા હતા. તેમણે આવી જ રીતે દેશની કુલ 108 યુનિવર્સિટીના 82 જેટલા કોર્સનું ખોટું સર્ટિફિકેટ અને ડીગ્રી બનાવી આપતા હતા. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ અંગે તપાસ કરતાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પશ્ચિમ બંગાળથી આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પશ્ચિમ બંગાળથી અતનુ પાત્રા અને સુધાંકર ઘોષ નામના બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતનાં અમદાવાદમા GSPCની વેબસાઇટ હેક કરવા અંગે નોંધાયેલી ફરિયાદના મુખ્ય આરોપીઓ આ બંને વ્યક્તિઓ હોવાનું સામે આવ્યું હતું, જેના અનુસંધાનમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેકટર એમ.એન.દેસાઇની ટીમ દ્વારા પશ્ચિમ બંગાળથી આ બને આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
ધરપકડ બાદ આરોપીઓની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ બંને વ્યક્તિઓ એક સોફ્ટવેરની મદદથી 108 યુનિવર્સિટીની વેબસાઇટ હેક કરી શકે છે આ ઉપરાંત આ યુનિવર્સિટીના 82 જેટલા કોર્ષના નકલી સર્ટિફિકેટ અને ડીગ્રી બનાવી શકે છે. આ આરોપીઓ નકલી સર્ટિફિકેટ અને ડીગ્રી યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પોતાના સૉફ્ટવેરની મદદથી અપલોડ કરતાં હતા અને આ ઉપરાંત સર્ટિફિકેટ અને ડીગ્રીનું વેરિફિકેશન કરવા માટે યુનિવર્સિટીમાં પોતાના મળતીયા દ્વારા મેઈલ કરાવતા હતા અને પછી ડિલીટ કરવી ડેટા હતા જેના કારણે યુનિવર્સિટીના અધિકારીઓને આ અંગે કોઈ જાણ ન થાય.
ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ નકલી સર્ટિફિકેટ અને ડીગ્રી બનાવટી એક ગેંગની ધરપકડ કરવામાં આવી હતી, હવે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ આવા બોગસ સર્ટિફિકેટનું કૌભાંડ બહાર પાડવામાં આવ્યું છે.
![]() |
![]() |
![]() |
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.











